તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

MSC કેમેસ્ટ્રીમાં ખાલી બેઠકો પર આજે પ્રવેશ અપાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હેમચંદ્રાચાર્યઉત્તર ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં ચાલતા એમએસસી કેમેસ્ટ્રી ડીપાર્ટમેન્ટમાં 10 બેઠકો વધારીને કુલ 19 ખાલી બેઠકો માટે કરાયેલ પ્રવેશ પ્રક્રિયામાં 69 વિદ્યાર્થીઓએ અરજી કરી હતી. વિદ્યાર્થીઓની મેરિટ યાદી મંગળવારે ડીપાર્ટમેન્ટના નોટિસ બોર્ડ પર મૂકવામાં આવી હતી. હવે ગુરુવારે સવારે 11 વાગ્યે મેરિટબેઝ વિદ્યાર્થી પ્રવેશ આપવામાં આવશે.

યુનિ.ના કેમેસ્ટ્રી ડીપાર્ટમેન્ટમાં ગ્રાન્ટેડ 5 અને સેલ્ફ ફાઇનાન્સ 10 મળી ખાલી 15 બેઠકો માટે આવેલ 69 વિદ્યાર્થીના મેરિટનું લિસ્ટ તૈયાર કરાયું હતુ અને જરૂરી ડોક્યુમેન્ટ તેમજ નિયત ફી સાથે સવારે 11 વાગ્યે મેરિટ મુજબ મર્યાદીત બેઠકમાં પ્રવેશ ફાળવવામાં આવનાર છે.

કેમેસ્ટ્રી ડીપાર્ટમેન્ટના અધ્યક્ષ ર્ડા.જે.જે. વોરાએ જણાવ્યું કે, વેબસાઇટ પર ખાલી બેઠકો અને કાર્યક્રમ સુચવાયેલો છે, તે મુજબ તા.8મીએ ડીપાર્ટમેન્ટના પ્રવેશ થશે. જ્યારે પાલનપુર, મોડાસા, તલોદ અને પીલવાઇ કોલેજની ખાલી 29 બેઠક પર તા.9મીએ પ્રવેશ યોજાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો