તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બનાસદાણનો ભાવ નહીં ઘટે તો આત્મવિલોપનની ચીમકી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બનાસડેરીના સંચાલકોને ભાવ વધારો પાછો ખેંચવા‘આપ’ દ્વારા 15 દિવસનું અલ્ટીમેટમ

બનાસદાણનો ભાવવધારાે પાછો ખેંચવા 15 દિવસનું અલ્ટીમેટમ આપી આપના કાર્યકરે આત્મવિલોપનની ચીમકી આપી છે.

ભાવ વધારાના વિરોધમાં બનાસકાંઠા આપના પ્રમુખ ભેમાભાઇ ચૌધરી, પ્રશાંતભાઇ અને કિસનભાઇએ આમરણાંત ઉપવાસ આદર્યા હતા. જ્યાં મંગળવારે ડેરીના ચેરમેન શંકર ચૌધરીના પૂતળા દહનના પ્રયાસ બાદ મોડી રાત્રે પોલીસે ત્રણેયની ધરપકડ કરી હતી.આપના જિલ્લા પ્રમુખ ભેમાભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે દાણનો ભાવ વધારો 15 દિવસમાં પરત નહી ખેંચાય તો આત્મવિલોપન સહિત ઉગ્ર આંદોલન કરાશે. બુધવારે પ્રદેશ મહિલા પ્રમુખ વંદનાબેન પટેલ સહિત કાર્યકરોએ ત્રણેયને છોડાવી કલેકટર કચેરી ખાતે લઇ જઇ શૈલેષભાઇ જોષી સહિત અગ્રણીઓ શરબત પીવડાવી ત્રણેયને પારણાં કરાવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો