તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચંડીસરમાંથી સીંગદાણા,ઘઉંનો બિનહિસાબી જથ્થો સીઝ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
તંત્રએ રૂ.6.90 લાખનો જથ્થો ઝડપી લઈ માલિકો સામે આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી

બનાસકાંઠાજિલ્લા પુરવઠા વિભાગની ટીમે મંગળવારે મોડી સાંજે ચંડીસર જીઆઇડીસીમાં આવેલી એક પોસેસીંગ પેઢીમાં તપાસ હાથ ધરી હતી. જ્યાંથી સીંગદાણા અને ઘઉંનો રૂ. 6,90,950 નો બિનહિસાબી જથ્થો મળી આવતા સીઝ કર્યો હતો.

કલેકટર જેનુ દેવનની સુચનાથી અને પુરવઠા અધિકારી અનસુયા જહાના માર્ગદર્શન હેઠળ મંગળવારે સાંજે પુરવઠા નિરીક્ષકોની ટીમે ચંડીસર જીઆઇડીસીમાં તપાસ હાથ ધરી હતી. જેમાં રાધેશ્યામ એગ્રો પોસેસીંગ પેઢીમાં ઘઉં અને સીંગદાણાના જથ્થા અંગેના બિલ તેમજ ચોપડા તપાસ અર્થે માગતા પેઢીના ભાગીદાર પટેલ રઘાભાઇ હેમરાજભાઇએ નિભાવ્યા હતા.જેથી પેઢીમાં પડેલો રૂ. 4,16,000ની કિંમતનો 260 કવીન્ટલ ઘઉંનો જથ્થો અને રૂ. 2,74,950 ની કિંમતનો 42 કિવન્ટલ સીંગદાણાનો બિન હિસાબી જથ્થો મળીને કુલ રૂ. 6,90,950 નો જથ્થો સીઝ કરી દીધો હતો. તેમજ પેઢીના માલિકો સામે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ 1977 ની કલમ -11 મુજબ કાર્યવાહી કરાઈ હતી.

પેઢીમાં મંગળવારે મોડી સાંજે પુરવઠા વિભાગે તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો