તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • પાલનપુર પોલીસ મથકના આરોપીનું સિવિલમાં સારવાર દરમિયાન મોત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુર પોલીસ મથકના આરોપીનું સિવિલમાં સારવાર દરમિયાન મોત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલનપુરપૂર્વ પોલીસ મથકના સ્ટાફે મંગળવારે રાત્રે સંજયચોક વિસ્તારમાંથી દારૂના કેસમાં એક શખસની અટકાયત કરી હતી. જેને પોલીસ લોકઅપમાં રખાયો હતો. જે દરમિયાન છાતીમાં દુ:ખાવો ઉપડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું મોત નિપજતાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પાલનપુર પૂર્વ પોલીસ મથકના સ્ટાફે મંગળવારે રાત્રે સંજયચોક વિસ્તારમાંથી મનોજભાઇ દેવચંદભાઇ પંચાલને દારૂ પીધેલી હાલતમાં પકડ્યો હતો. જેની સામે પૂર્વ પોલીસમથકે પ્રોહિબિશનના રજી.નં.5344/16 પ્રો.ક.661 બી, 85(1)(3) મુજબ ગુનો નોંધી લોકઅપમાં રાખવામાં આવ્યો હતો. દરમિયાન બુધવારે મનોજભાઇનું બીપી વધી ગયું હતું. અને ગભરામણ તેમજ પરસેવો થતાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનુ મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે તેના પરિવારજનો હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. અને રોકકળ કરતાં શોકની કાલિમા પ્રસરી ગઇ હતી. જેમણે મનોજભાઇના મોત અંગે પોલીસ સામે હત્યાના આક્ષેપો કરતાં ભારે ઉત્તેજના પ્રસરી હતી. દરમિયાન મોડી સાંજે પીએમ કર્યાબાદ મૃતદેહ તેના વાલીવારસોને સોંપાયો હતો. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી પીએસઆઇ સી.પી.ચૌધરી વધુ તપાસ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો