તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુર ધનિયાણા ચોકડી નજીક બાઇકની ટક્કરે બે ને ઇજા

પાલનપુર-ધનિયાણા ચોકડી નજીક બાઇકની ટક્કરે બે ને ઇજા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરનીધનિયાણા ચોકડીથી અંબાજી જવાના માર્ગ પર રવિવારે બપોરે એક મહિલા હેમીબેન કાનજીભાઇ પરમાર(ઉ.વ.48) તેમજ હિમાંશી મહેશભાઇ સોલંકી(ઉ.વ.7) રહે.ભરોડ રસ્તાની બાજુમાં ચાલતા જઇ રહ્યા હતા. ત્યારે પસાર થતા એક બાઇક સવારે મહિલા તેમજ બાળકીને ટક્કર મારતા તેમને ઇજાઓ પહોંચી હતી.

જોકે આજુબાજુથી લોકોના ટોળે-ટોળા ઘટનાસ્થળે એકત્રિત થઇ ગયા હતા. તેમજ બાઇક સવાર પણ ત્યાં ઉભો રહી અને 108ના ઇએમટી રીન્કુબેન રાવલ તેમજ પાયલોટ સુનિલભાઇ જોષી દ્વારા ઇજાગ્રસ્તોને પાલનપુર સિવિલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...