તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • જિલ્લાની નવ વિધાનસભાની ચૂંટણીઓમાં ઉમેદવારી પત્રો ભરવાની આજે છેલ્લી તારીખ

જિલ્લાની નવ વિધાનસભાની ચૂંટણીઓમાં ઉમેદવારી પત્રો ભરવાની આજે છેલ્લી તારીખ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લાની નવ વિધાનસભાની ચૂંટણીઓમાં ઉમેદવારી પત્રો ભરવાની આજે છેલ્લી તારીખ છે. રવિવારે મોડી રાત સુધી મેન્ડેડની રાહ જોવા ઉમેદવારોને ટેલીફોનિક સૂચના અપાતા ઉમેદવારી પત્ર ભરવા માટેના જરૂરી પુરાવા એકત્રિત કરી લીધા હતા.

કોંગ્રેસ દ્વારા રાતના નવ વાગ્યા સુધી સત્તાવાર યાદી જાહેર કરાઇ નથી.પરંતુ કેટલાક ઉમેદવારોને ટેલીફોનથી સૂચનો આપીને તૈયાર રહેવાનું જણાવાયું છે. જેમાં વાવમાં ગેનીબેન ઠાકોરને રિપીટ કરાયા છે. થરાદમાં પૂર્વ ધારાસભ્ય હેમાભાઇ રાજપૂતના પૌત્ર ગુલાબસિંહ રાજપૂતને ટેલીફોન દ્વારા ભરવાની સુચના અપાઇ છે. જેઓ પૂર્વ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે. ઉપરાંત ડીસાના વર્તમાન ધારાસભ્ય ગોવાભાઇ દેસાઇ, પાલનપુરના વર્તમાન ધારાસભ્ય મહેશ પટેલ, દાંતામાં ધારાસભ્ય કાંતી ખરાડી અને વડગામમાં ધારાસભ્ય મણીલાલ વાઘેલા, કાંકરેજમાં ધારસિંહ ખાનપુરાને ટેલીફોનથી સૂચના અપાઇ છે. જ્યારે ધાનેરા,અને દિયોદર બેઠક પર મોડી રાત સુધી ઉમેદવાર જાહેર કરાયા હતો.

ભાજપના આજે ધાનેરામાં માવજી દેસાઇ, દાંતામાં માલજી કોદરવી, કાંકરેજમાં કિર્તીસિંહ વાઘેલા અને વડગામમાં વિજય ચક્રવર્તી ફોર્મ ભરશે. જોકે ડીસા અને પાલનપુરમાં મોડી રાત સુધી ઉમેદવાર જાહેર કરાયા નથી.અત્યાર સુધી માત્ર ત્રણ બેઠકો પર ફોર્મ ભરાતા કચેરીમાં રાજકીય પક્ષોનો ભારે ધસારો વધી જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...