તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પથિકાશ્રમ પાસે કોંગ્રેસના કાર્યકરોએ કેન્દ્ર સરકારના છાજીયા લીધા, રોડ ઉપર બેસી ગયેલા કાર્યકરોન

પથિકાશ્રમ પાસે કોંગ્રેસના કાર્યકરોએ કેન્દ્ર સરકારના છાજીયા લીધા, રોડ ઉપર બેસી ગયેલા કાર્યકરોને પોલીસે ઢસડી સાઇડમાં કર્યા, કલેક્ટર કચેરીમાં અંદર જવા દેવાતા હોબાળો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેન્દ્રસરકારે રૂ. 500 અને 1000ની ચલણી નોટબંધ કરતા લોકોને પડી રહેલી હાલાકીને સરકાર સુધી પહોંચાડવા શુક્રવારે બનાસકાંઠા કોંગ્રેસના કાર્યકરોએ ચક્કાજામ કર્યો હતો. શહેરના પથિકાશ્રમ પાસે રોડ ઉપર શાકભાજી ફેંકીને ખેડૂતોને પડી રહેલી હાલાકી અંગે સરકારનું ધ્યાન ખેંચવા એક કલાક સુધી બસ અને વાહનો રોકી અધિક નિવાસી કલેકટરને આ‌વેદનપત્ર આપ્યું હતું. ત્યારે કલેકટર કચેરીમાં પ્રવેશતા પોલીસે અટકવતા ડીસાના ધારાસભ્ય વહીવટી તંત્ર સામે રોષે ભરાયા હતા.

કેન્દ્ર સરકારની નોટબંધીના મુદ્દે કોંગ્રેસ હવે આક્રમક બની છે. શુક્રવારે સવારે પાલનપુરના પથિકાશ્રમ આગળ ધરણાં યોજીને ચલણી નોટ બંધ થવાથી ખેડૂતોને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તે દર્શાવવા શાકભાજી પણ હવે સડી જતાં રોડ ઉપર ફેંકી દેવાનો વારો આવ્યો છે. તેમ જણાવી માર્ગ ઉપર શાકભાજીના ઢગલા કરીને વાહન વ્યવહાર થંભાવી ચક્કાજામ કર્યો હતો. એક કલાક સુધી ચક્કાજામ કરી કોંગ્રેસના કાર્યકરો ખાનગી વાહનો અને બસ ઉપર ચઢી ગયા હતા.મોદી સરકારના વિરોધમાં ‘‘ હાય રે ફેંકુ હાય.. હાય રે…મોદી… હાય હાય’’ જેવા સૂત્રો પોકાર્યા હતા. જ્યારે રોડ ઉપર બેસી જતાં ટ્રાફિક જામ થતાં પોલીસે કોંગ્રેસના કાર્યકરોને પકડીને સાઇડમાં કરતાં ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા.

જ્યારે સૂત્રોચ્ચાર પોકારતા કલેકટર કચેરી પહોંચેલા કાર્યકરોને પોલીસે કલેકટર કચેરીમાં અટકાવતા ડીસાના ધારાસભ્ય ગોવાભાઇ દેસાઇએ વહીવટીતંત્રને ‘શું અમે ગુંન્ડા છીએ તો રોકી રહ્યા છે’. સમયે ભારે હડમાલો થતાં છેવટે કોંગ્રેસના કાર્યકરો કલેકટર કચેરીમાં ઘુસ્યા હતા. જેમાં નિવાસી અધિક કલેકટર એન.ડી.મિસ્ત્રીને આવેદનપત્ર આપ્યુ હતું. જેમાં કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલા મનઘડત અને તઘલઘી નિર્ણયને પાછો ખેંચવા માંગણી કરી હતી. બીજી તરફ કોંગ્રેસના કાર્યકર મોહનભાઇ જોષીએ કોંગ્રેસ દ્વારા સિનિયર કાર્યકરોની અવગણના કરાતી હોવાનો આક્ષેપ કર્યો હતો. જેને લઇને પણ કોંગ્રેસના કાર્યકરોમાં કચવાટ બહાર આવ્યો હતો.અન્ય સમાચારો પણ છે...