• Gujarati News
  • Local
  • Gujarat
  • Banaskantha
  • બાળકોને સેવા આપતી સંસ્થાને અમેરિકાના ફાઉન્ડેશને ગાડી આપી

બાળકોને સેવા આપતી સંસ્થાને અમેરિકાના ફાઉન્ડેશને ગાડી આપી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી જરૂરિયાતમંદ બાળકોના વાલી બની સેવા કરતી ચાઇલ્ડ લાઇન સંસ્થાના કાર્યોની અમેરિકાના ફાઉન્ડેશને નોંધ લીધી હતી. જ્યારે આ સંસ્થા પાસે ગાડી ન હોવાને કારણે બનાસકાંઠા જિલ્લાના છેવાડાના ગામડાઓ સુધી પહોંચવામાં વધુ સમય વેડફાતો હોવાની જાણ અમેરિકાના ફાઉન્ડેશનને થતાં ફાઉન્ડેશન દ્વારા ચાઇલ્ડ લાઇન સંસ્થાને ગાડી આપવામાં આવી હતી.

પાલનપુર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી 0-18 વર્ષના જરૂરિયાતમંદ બાળકોના ભવિષ્યનું વિચારી 1098 ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર સાથે કાર્ય કરતી ચાઇલ્ડ લાઇન સંસ્થા કે જે જિલ્લાભરમાં ભિક્ષુક બાળકો કે બાળમજૂરોને કોઈ મારતું હોય બાળકને મેડિકલની જરૂર હોય તેવા બાળકો 1098 હેલ્પલાઇન નંબર પર ફોન કરતાં જ સંસ્થાનો સ્ટાફ જે તે લાગુ પડતાં સરકારી સ્ટાફને સાથે લઈ ઘટના સ્થળે પહોંચી બાળકોને મદદરૂપ થાય છે પરંતુ આ સંસ્થા પાસે પોતાનું ખાનગી વાહન ન હોવાથી જિલ્લાના છેવાડાના ગામડાઓ સુધી પહોંચતાં ઘણો સમય વેડફાતો હોવાની ચિંતા અમેરિકાના પીપલ્સ નીટ ફાઉન્ડેશને કરી હતી. અને પાલનપુરની ચાઇલ્ડ લાઇન સંસ્થાને સેવા કાર્યોમાં વધુ મજબૂત બનવા ગાડી આપી હતી આ કાર્યક્રમમાં પીપલ્સ નીટના હમીદ મલિક ચાઇલ્ડ લાઇનના કો.ઓર્ડીનેટર અલ્પેશભાઇ જોષી, રજાકભાઇ, ગીરીશભાઇ, અજયભાઇ, ઐશ્વર્યાબહેન સહિતના સંસ્થાના કર્મચારીઓ હાજર રહ્યા હતા.