• Gujarati News
  • લૂંટનું તરકટ રચનાર મંત્રીએ હુમલાનું બહાનું કાઢ્યું

લૂંટનું તરકટ રચનાર મંત્રીએ હુમલાનું બહાનું કાઢ્યું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાલુકાનાજશપુરીયા દૂધ મંડળીના મંત્રીને સોમવારે વહેલી સવારે બે બુકાનીધારી શખ્સોએ ધોકા વડે મારમારી રૂ. 6.80લાખની લૂંટ કરી હતી. જેની પોલીસ ફરિયાદમાં મંત્રીએ પોતાને હાથે-પગે ઇજાઓ થઇ હોવાનું જણાવ્યું હતું. જ્યારે બીજી તરફ ખાનગી તબીબે શરીરે કોઇ ફ્રેકચર થયું હોવાનું નિદાન કર્યું છે. જેથી તેઓ લૂંટના તરકટમાં સંડોવાયેલા હોવાની આશંકાઓ પ્રબળ બની છે. બીજી તરફ પોલીસે પણ મંત્રીના ઘરેથી તેમજ બે ગ્રાહકો પાસેથી રૂ. 2. 12 લાખની રકમ રીકવર કરી વધુ પુરાવા એકત્ર કરવા માટે કવાયત તેજ બનાવી છે.

પાલનપુર તાલુકાના જશપુરીયા દૂધ મંડળીના મંત્રી ત્રિભૂવનભાઇ રણછોડભઇ પ્રજાપતિ ઉપર સોમવારે વહેલી સવારે બુકાનીધારી બે અજાણ્યા શખ્સોએ ધોકા વડે હૂમલો કર્યો હતો. રૂ. 6.80 લાખની લૂંટ કરી નાસી છુટ્યા હતા. અંગે ત્રિભુવનભાઇ પ્રજાપતિએ પાલનપુર તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદમાં પોતાના હાથે -પગે

અનુસંધાનપાના નં -8 પર.....

કોલ ડિટેઇલ સહિતના મુદ્દે તપાસ હાથ ધરાઇ

લૂંટકેસમાંમંત્રી તેમજ બે ગ્રાહકો પાસેથી નાણાં રીકવર કરાયા બાદ શંકાના દાયરામાં આવેલા મંત્રી ફરતે તપાસનો સકંજો મજબુત બનાવવામાં આવ્યો છે. જેમાં મંગળવારે પોલીસ દ્વારા કોલ ડિટેઇલ સહિતના મુદ્દે તપાસ હાથ ધરાઇ હોવાનુ સૂત્રોએ જણાવ્યું હતું.

લૂંટકેસમાં ઇજાગ્રસ્તમંત્રીને પ્રથમ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં અને ત્યાંથી શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આ‌વ્યા હતા. જોકે, સોમવારે સાંજે તેઓ હોસ્પિટલમાંથી રજા લઇને ઘરે ચાલ્યા ગયા હતા.

મંત્રી હોસ્પિટલમાંથી રજા લઇને ઘરે ચાલ્યા ગયા

{હૂમલો કર્યો હોવાનો ઉલ્લેખ કરી પોલીસને ગુમરાહ કરવાની કોશિષ