Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાલનપુરમાં જુના માર્કેટયાર્ડ માર્ગ ઉપર પાણીનો નિકાલ થતાં રોષ
પાલનપુરખાતે ગઠામણ દરવાજાથી ગુરૂનાનક ચોક વચ્ચેના માર્ગની બાજુમાં તાજેતરમાં ફુટપાથ બનાવવામાં આવી છે. જોકે, ત્યાં વરસાદી પાણીના નિકાલ માટે કોઇ વ્યવસ્થા કરવામાં આવી હોવાથી દુકાનો આગળ પાણી ભરાઇ રહે છે. જેના પગલે વેપારીઓ તેમજ રાહદારીઓ મુશ્કેલીમાં મુકાઇ રહ્યા છે. અંગે નગરપાલિકામાં વારંવાર રજૂઆતો કરવા છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી.
પાલનપુર ખાતે ગઠામણ દરવાજાથી ગુરૂનાનક ચોક વચ્ચેના માર્ગ ઉપર નગરપાલિકા દ્વારા ફુટપાથ બનાવી પથ્થરો નાંખવામાં આવ્યા છે. જ્યાં જુના માર્કેટયાર્ડ નજીક માર્ગનું લેવલ જળવાયું હોવાથી વરસાદી પાણીનો નિકાલ થતો નથી. અંગે વેપારી નિતીનભાઇ ઠાકોરે જણાવ્યું હતુ કે, તાજેતરમાં પડેલા વરસાદનું પાણી હજુસુધી ભરાયેલું છે પરિણામે દુકાનદારોની સાથે રાહદારીઓ પણ મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. પાણીમાં માખી મચ્છરોનો ઉપદ્રવ પણ થયો હોઇ રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે. અંગે નગરપાલિકામાં વારંવાર લેખિત રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ હજુસુધી કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. અંગે નગરપાલિકાના સુત્રોએ જણાવ્યું હતુ કે, રજૂઆતો મળી છે. ટુંક સમયમાં પાણી નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.