તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચેક રીર્ટન કેસમાં પાલનપુરના શખસને એક વર્ષની કેદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલનપુરતાલુકાના ચડોતરના વ્યકિતએ સાડા પાંચ વર્ષ અગાઉ પાલનપુરમાં શખસને રૂ. ત્રણ લાખ ઉછીના આપ્યા હતા. જેની સામે અપાયેલો ચેક રિર્ટન થયો હતો. અંગેનો કેસ પાલનપુરની કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશે આરોપીને એક વર્ષની કેદ અને એક માસમાં નાણાં ચુકવી દેવા તેમજ એક માસમાં નાણાં ચુકવે તો વધુ ત્રણ માસની સજા ફટકારી હતી.

પાલનપુરના ચડોતરના હસમુખભાઇ નરસંગભાઇ લોહે પાલનપુરના લક્ષ્મીપુરામાં રહેતા નાગરભાઇ બેચરભાઇ પટેલને રૂપિયા ત્રણ લાખ ઉછીના આપ્યા હતા. જે નાણાં પરત કરતા તેમજ બેન્ક ખાતામાં પુરતુ ભંડોળ હોવાના કારણે ચેક રીર્ટન થતાં ઘી નેગોશીયેબલ ઇન્સ્ટુમેન્ટ એકટની કલમ 138 મુજબ ફરીયાદ દાખલ કરવામાં આવી હતી.

કેસ પાલનપુરના ત્રીજા જ્યુડીશીયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ કલાસની કોર્ટમાં ચાલી જતાં વકીલ રસીકલાલ એમ.મોઢ અને શીલ્પાબેન મહેતાની દલીલોને ગ્રાહ્ય રાખી ન્યાયાધીશ યોગીનીબેન ભીખાભાઇ પટેલે આરોપી નાગરભાઇ બેચરભાઇ પટેલને ચેક રીર્ટન કેસમાં તકસીરવાન ઠરાવી એક વર્ષની કેદ અને એક માસમાં ચેકની રકમ ચુકવવા હૂકમ કર્યો હતો. એક માસમાં ચેકના નાણાં ચૂકવે તો વધુ ત્રણ માસની કેદની સજા ફટકારી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો