Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાલનપુરમાં સ્કૂલ રિક્ષા કાદવમાં ખૂંપી જતાં પલટી, ત્રણનો બચાવ
પાલનપુરગોબરીરોડથી લક્ષ્મીપુરા તરફ જઇ રહેલ સ્કુલ રિક્ષા કર્ણાવત સ્કૂલ સામે કાદવમાં ગુરૂવારે સવારે પલટી ખાતા રિક્ષામાં બેઠેલા આઠ બાળકોમાંથી ત્રણ કાદવમાં પડી ગયા હતા. જેથી બુમાબુમ કરતાં આજુબાજુના લોકો દોડી આવી બચાવ કામગીરી હાથ ધરતાં જાનહાની ટળી હતી.ગોબરી રોડથી એક રિક્ષા ચાલક ગુરૂવારે શાળા છુટ્યા બાદ પોતાની રિક્ષામાં આઠ વિદ્યાર્થિઓને બેસાડી ઘરે મુકવા માટે જઇ રહ્યો હતો.તે સમયે ગોબરી રોડથી લક્ષ્મીપુરા જવાના માર્ગ ઉપર એક ખાડામાં પાણી ભરેલુ હોવાથી ચાલકને ખાડો દેખાયો હતો જેના કારણે રિક્ષા ખાડામાં પડી હતી.અને પલટી ખાઇ જતા રિક્ષામાં બેઠેલા આઠ અનુસંધાનપાના નં-8
પૈકીનાત્રણ બાળકીઓ કાદવમાં પડી જતાં અને સ્કુલ ડ્રેસ કાદવથી ખરાડાઇ ગયો હતો.આ ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા.અને બાળકીઓને કાદવમાંથી બહાર કાઢી હતી. સદ્દનસીબે કોઇ મોટી જાનહાની થઇ હતી.