તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • ગુંદરી ડીસા હાઇવે પર આરખી નજીક કારની અડફેટે રાહદારીનું મોત

ગુંદરી-ડીસા હાઇવે પર આરખી નજીક કારની અડફેટે રાહદારીનું મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસે મૃતદેહનુ રેફરલ હોસ્પિટલમાં પી.એમ.કરાવી વાલી વારસાને સોપી

ગુંદરી-ડીસાસ્ટેટ હાઇવે પર રવિવારે બપોરે રાજસ્થાન તરફથી આવતી લાલ કલરની કારે આરખી નજીક રસ્તો ઓળંગતા રાહદારીને અડફેટે લેતા ઘટનાસ્થળેજ કરુણ મોત નીપજ્યું હતું. પોલીસે મૃતદેહનું રેફરલ હોસ્પિટલમાં પી.એમ.કરવી વાલી વારસાને સોંપી કારના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

ગુંદરી-ડીસા સ્ટેટ હાઇ-વે પર રવિવારે બપોરે રાજસ્થાનના મંડાર તરફથી આવતી લાલ કલરની કાર નંબર-જીજે-05-સીકે-2678ના ચાલકે આરખી પાટિયા નજીક રસ્તો ઓળંગીને પોતાના ખેતરમાં જતા રાહદારીને અડફેટે લેતાં ઘટનાસ્થળે કરુણ મોત નીપજ્યું હતું. ઘટના સ્થળે પહોંચી મૃતદેહને ઇમરજન્સી108માં રેફરલ હોસ્પિટલમાં મોકલી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો. ફરજ પરના તબીબ ડો.જીતેન્દ્ર ચૌધરીએ પી.એમ.કરી મૃતદેહ વાલી વારસાને સોંપ્યો હતો.

પાંથાવાડા પોલીસે મૃતકના સગાની ફરિયાદના પગલે કાર ચાલક પાલનપુરના સુરજપુરાના મુકેશભાઈ બેચરભાઈ ચૌધરી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...