તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • વાસણમાં ખેતરમાં ફૂવારા માટે લગાવેલા 280 ચકલા અને 90 પાઇપોની ચોરી

વાસણમાં ખેતરમાં ફૂવારા માટે લગાવેલા 280 ચકલા અને 90 પાઇપોની ચોરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લાખણીતાલુકાના વાસણા(કુડા) ગામમાં ખેડૂતના ખેતરમાં ચોરીની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. મોટાભાગે રહેણાંક મકાનમાં કે દુકાનમાં ચોરીનો કરતબ અજમાવતા ચોરોએ હવે ખુલ્લા ખેતરોમાં ખેતીના સાધનો પણ ચોરી જતાં ખેડૂત આલમ ચોકી ઉઠી છે. આગથળા પોલીસ મથકે મામલે ગુનો દાખલ થયો છે.

22 નવેમ્બરના રોજ લાખણી તાલુકાના વાસણા કુડા ગામમાં રહેતા ખેડૂત હકુમતસિંહ વર્ધાજી રાજપૂતના ખેતરમાં રાત્રી દરમિયાન કોઇ અજાણ્યા શખસોએ ખાનગી કંપનીના ફુવારાના ચકલા નંગ 280 કિં.રૂ.19600 અને ખેડૂતના બીજા ખેતરમાં આવેલી ફુવારાની 90 નંગ પાઇપ કિં.રૂ.23,400 મળી કુલ રૂ.43,000 ની ચોરી કરી હતી.

અંગે ફરિયાદ હકુમતસિંહે આગથળા પોલીસે મથકે ગુનો દાખલ કરાતા પોલીસે અજાણ્યા શખસો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ખેડૂતે આગથળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

અન્ય સમાચારો પણ છે...