તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • સુઇગામ અને વાવ તાલુકાની બોર્ડર પર શંકાસ્પદ વ્યક્તિ જણાય તો પોલીસને જાણ કરવા જણાવાયું

સુઇગામ અને વાવ તાલુકાની બોર્ડર પર શંકાસ્પદ વ્યક્તિ જણાય તો પોલીસને જાણ કરવા જણાવાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોર્ડર ઉપર જવાનો સતર્ક , યાત્રાધામ અંબાજીમાં સુરક્ષા સઘન બનાવાઈ

ભારતીયસેનાએ કરેલી સર્જિકલ સ્ટ્રાઇકના પગલે બોર્ડર નજીકના ગામો ખાલી કરાવવાનો સરકારે આદેશ કર્યો છે. જોકે સુઇગામ અને વાવ તાલુકાની બોર્ડરને અડીને પાકિસ્તાન સરહદ આવેલી છે. જ્યાં બીએસએફના જવાનો સતર્ક છે.

જીરો લાઇનથી અંદાજે 30 કિલોમીટર સુધી પાકિસ્તાન તરફ કોઇ ગામડા હોવાથી ઘુસણખોરી માટે વિસ્તાર નિર્જન હોવાથી નોન સેન્સિટીવ વિસ્તાર ગણાય છે. જોકે સૂત્રોના જણાવ્યા મુજબ વિસ્તારમાં હજુ સુધી ગામડા ખાલી કરાવવાનો કોઇ આદેશ મળ્યો નથી. રાજસ્થાનના બાડમેર, ગુજરાતથી કચ્છ સુધી અંદાજે 400 કિલોમીટરની બોર્ડર પૈકીમાં બનાસકાંઠા જિલ્લાની અડીને 180 કિલોમીટરનો વિસ્તાર છે. ભારતીય લશ્કરની કાર્યવાહીના પગલે ગુજરાત સરકારે ધાર્મિક સ્થળો ઉપર સુરક્ષા વધારવાના કરેલા આદેશના પગલે અંબાજી મંદિરે એસઆરપી, પીએસઆઇ સહિત 20 પોલીસ જવાનો,કિવક રિસ્પોન્સ ટીમ સહિત સીસીટીવી કેમેરાથી મદદથી વોચ રખાઇ રહી છે. પોલીસ અધિક્ષક નિરજ બડગુજરે વાવ -સુઇગામના સરહદી ગામમાં રહેતા નાગરિકોને શંકાસ્પદ વ્યકિત નજરે પડે તો તુંરતજ પોલીસને જાણ કરવા અપલી કરી છે.

અન્ય સમાચારો પણ છે...