Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કુંભલમેરમાં વૃદ્ધ ખેડૂત ઉપર હિંસક હૂમલો
પાલનપુરતાલુકાના કુંભલમેર ગામે સોમવારે સવારે સંયુક્ત બોરના મુદે પરિવારજનોએ એક વૃદ્ધ ઉપર હિચકારો હૂમલો કર્યો હતો. જેમને પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અંગે શખસો વિરુદ્ધ રાયોટીંગનો ગુન્હો નોંધાવતા ગઢ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.આ બનાવને લઈ ચકચાર મચી ગઈ છે.
અંગેની વિગત મુજબ પાલનપુર કુંભલમેરના વીરાભાઇ નાગરભાઇ વાગડોદા(ઉ.વ.70) તેમના ખેતરમાં પશુઓને ઘાસચારો નાખી રહયા હતા.ત્યારે તેમના મોટાભાઇ અને અન્ય પાંચ શખસો આવી સંયુક્ત બોર કે જેનો હાલ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. તેની અદાવત રાખી લાકડી ધોકા અને ઉંઘા ધારીયા વડે વીરાભાઇ વાગડોદા ઉપર મારમારી લોહીલુહાણ કરી દીધા હતા. જેમને જગદિશભાઇએ પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી મંગળવારે ગઢ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.
જેના આધારે પોલીસે અમુભાઇ નાગરભાઇ પટેલ, નરેશભાઇ અમુભાઇ પટેલ, જયંતીભાઇ ઉર્ફે પ્રવિણભાઇ મફાભાઇ પટેલ, વાલીબેન અમુભાઇ પટેલ, વનીતાબેન જયંતીભાઇ પટેલ, હસાબેન નરેશભાઇ પટેલ તમામ રહે.કુંભલમેર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.