તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • સાવકી માતા અને સગા પિતાએ મળી બે સંતાનોને મોતને ઘાટ ઉતારી દીધા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાવકી માતા અને સગા પિતાએ મળી બે સંતાનોને મોતને ઘાટ ઉતારી દીધા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર-અમદાવાદહાઇવે ઉપર આવેલી સદ્દગુરૂ રેસીડન્સી નજીકથી માસ અગાઉ એક 12 વર્ષિય કિશોરીની લાશ મળી આવી હતી. જેનો ભેદ ઉકેલવા પોલીસ તપાસ કરતી હતી. જે દરમિયાન એક કિશોરની હત્યામાં દંપતિ ભૂજ પોલીસના હાથે ઝડપાઇ ગયું હતું. જેમની પૂછતાછમાં કિશોરીની હત્યા પણ તેમણે કરી મૃતદેહ પાલનપુર નજીક ફેંકી દીધો હોવાનું ખૂલ્યું હતું. આથી પાલનપુર પશ્ચિમ પોલીસે ટ્રાન્સફર વોરંટથી કબજો મેળવી હત્યાના ગૂનામાં બંનેની અટકાયત કરી જેલ હવાલે કરવામાં આવ્યા હતા.

ભૂજના નાડાપા ગામે રહેતા શ્યામજીભાઇ ભીખાભાઇ વાઘેલાના લગ્ન જીવનમાં બે સંતાનો હતા. જેમાં પ્રસુતિ દરમિયાન તેમની પત્નીનું અવસાન થયું હતું. ત્યારબાદ તેમને બીજા લગ્ન જ્યોતિ ઉર્ફે ભૂરી સાથે કર્યા હતા. તેમને લગ્ન સમય વિતવાની સાથે બે સંતાનો અવતર્યા હતા. પરંતુ જ્યોતિબેનને અગાઉની પત્નીના સંતાન ગમતા હતા. જેના કારણે બંને સંતાનોનું કાસળ કાઢી નાખવાનું કાવતરૂ રચ્યું હતું. જેમાં માસ અગાઉ શ્યામજીભાઇ વાઘેલા તેમની પત્ની અને પુત્રી સાથે પાલનપુર ફરવા માટે આવ્યા હતા. જેમાં તેમને તેમની પુત્રીનું ગળુ દબાવી હત્યા કરી પાલનપુર-અમદાવાદ હાઇવે સદ્દગુરૂ રેસીડેન્સી, ગઠામણ ગામ નજીક ફેંકી ચાલ્યા ગયા હતા. ઘટનાના થોડાક દિવસો બાદ પાંચ વર્ષિય પુત્ર મુકેશની હત્યા કરી ભૂજ તાલુકાના હબાઇ ગામની સીમમાં નાખી હતી. ઘટનાની જાણ પડદરી પોલીસને થતાં પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરતાં ઘટનામાં પિતા શ્યામજીભાઇ ભીખાભાઇ વાઘેલા (વાલ્મિકી) અને માતા જ્યોતિ ઉર્ફે ભૂરી શ્યામજી વાઘેલાએ ભેગા મળી હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. જેના પગલે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકના પીઆઇ એમ.બી. વ્યાસની સૂચનાથી પીએસઆઇ એ.જે. ચૌધરી, એ.એસ.આઇ. સુમેરસિંહ, ઇશ્વરભાઇ સહિતનો સ્ટાફ રવિવારે ટ્રાન્સફર વોરંટ આધારે કબજો મેળવી આકરી પૂછપરછ કરતાં જૂની પત્નીના સંતાનો નવી પત્નીને ગમતા હોવાથી હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. જેમને જેલ હવાલે કરવામાં આવ્યા હતા.

ભૂજના નાડાપા ગામના માતા-પિતાએ પુત્રીની હત્યા કરી પાલનપુરમાં ફેંકી દેતાં ભૂજ ખાતે અગાઉ બંને ઝડપાઇ ગયા હતા. જેમને ટ્રાન્સફર વોરંટથી પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે લવાયા હતા. તસવીર-ભાસ્કર

સંતાનોને મારીનાખવા નાની પાસેથી બોલાવી લેવાયા હતા

માતાનુંઅવસાન થયા બાદ બંને સંતાનો તેમની નાની પાસે કલકત્તા રહેતા હતા. પરંતુ પિતાએ તેમની પાસે બોલાવી નવી પત્ની સાથે મળી બંને સંતાનોની હત્યા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો