તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • તંત્રની પોલ ખૂલી : ઝાપટાંથી ગટરો ઉભરાઇ, પાણી ભરાયાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તંત્રની પોલ ખૂલી : ઝાપટાંથી ગટરો ઉભરાઇ, પાણી ભરાયાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લામાંઅષાઢી માહોલ જામ્યો છે. જુદાજુદા સ્થળોએ હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. જેની સાથે તંત્રની પોલ પણ ખૂલી રહી છે. પાલનપુર, વડગામ, થરા, દિયોદર, ડીસા સહિતના શહેર-ગ્રામિણ વિસ્તારોમાં ગટરો ઉભરાવી, નાળાંમાંથી પાણીનો નિકાલ થવો, કાદવ કિચડની સમસ્યાઓથી પ્રજાજનો ત્રાહિમામ્ પોકારી ગયા છે. અને જવાબદાર તંત્ર દ્વારા સફાઇ કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

પાલનપુર ખાતે નગરપાલિકા દ્વારા અગાઉ બનાવેલી ભૂર્ગભલાઇન ચોકઅપ થઇ ગઇ હોવાથી ગટરના પાણી માર્ગો ઉપર રેલાઇ રહ્યા છે. જ્યાં બ્રિજેશ્વર કોલોની વિસ્તારમાં રહેતા પ્રજાજનોની હાલત કફોડી બની છે.

જ્યારે બ્રિજેશ્વર કોલોનીના સ્થાનિક વેપારીઓ જણાવ્યું હતું કે,‘છેલ્લા દસ-બાર દિવસથી ગટર ઉભરાઇ રહી છે અને પાણી રોડ ઉપર વહી રહ્યા છે. જેને કારણે સમગ્ર વિસ્તારમાં ગંદકી ઉઠી છે. જેથી અમે દુકાનમાં બેસી શકતા પણ નથી.’ જ્યારે નિતીનભાઇ ઠાકોરે જણાવ્યું હતું કે, ‘જૂના માર્કેટયાર્ડ માર્ગ ઉપર વરસાદી પાણી ભરાઇ રહેતું હોવાથી રાહદારીઓ અને વેપારીઓ મુશ્કેલીમાં મુકાઇ રહ્યા છે. પાલિકામાં રજૂઆત કરી છતાં કોઇ કાર્યવાહી થતી નથી.’

પાલનપુર

થરાદના માર્ગો પર કાદવથી પ્રજા ત્રાહિમામ્ છતાં તંત્રના પેટનું પાણી હલતુ નથી

થરાદ: થરાદ નગરના રાજમાર્ગો પર નગરપાલિકા દ્વારા રથયાત્રા વિહરવાના માર્ગ પર સારા આશયથી માટી નાંખવામાં આવી હતી.જોકે વરસાદના ઝાપટાંના કારણે માર્ગો પર ગારો અને કિચડ થતાં રાહદારીઓ અને દ્રિચક્રી વાહનચાલકોને ભારે હાલાકીઓ ભોગવવી પડી રહીછે.પાલિકાસુત્રોએ સમસ્યામાંથી છુટકારાનો એક માત્ર વિકલ્પ નવો રોડ બનશે ત્યારે સંભવ બનશે તેમ જણાવ્યું હતું. તસ્વીર-વિષ્ણુદવે

ડીસામાં નાયબ કલેકટર કચેરી આગળ ગંદુ પાણી ભરાયું , કર્મચારઓ હેરાન

ડીસા: ડીસામાંઆદર્શ હાઇસ્કુલ પાસે થી પસાર થતી ગટર લાઈન જામ થઇ જતા તેમાંથી જતું શુભ સોસાયટી અને નવા બસ સ્ટેન્ડ ની ગટર નું પાણી ઉભરાઈ રહ્યું છે અને તે ઉભરાતું ગંદુ પાણી બાજુમાં આવેલી નાયબ કલેક્ટર કચેરી આગળજ ભરાઈ રહેતા કચેરીમાં આવતા લોકો ની સાથે સાથે કચેરીમાં કામ કરતા સરકારી કર્મચારીઓને પણ ભારે હાલાકી ભોગવવી પહી રહી છે. છતાં તેનો કોઈ નિકાલ આવતો નથી.

નગર પાલિકાના સત્તાધીશો સાંભળતાં નથી, ચીફ ઓફિસર પણ ગેરહાજર રહે છે

અંગેનગરપાલિકાના કોંગ્રેસના સદ્દસ્ય આશાબેન રાવલે જણાવ્યું હતું કે, ‘ગંદકી તેમજ સફાઇના મુદ્દે નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરી છે પરંતુ સત્તાધીશો સાંભળતા નથી. બીજીતરફ ચીફ ઓફિસર પણ ગેરહાજર રહે છે. ફોન રીસીવ કરતા નથી. પાલનપુરના નગરજનો ભગવાન ભરોસે જીવી રહ્યા છે.’

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

    વધુ વાંચો