તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુરના જગાણા નજીકથી જુગાર રમતા શખસ ઝબ્બે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલનપુરતાલુકા પોલીસે બાતમીના આધારે રવિવારે જગાણા નજીક જુગાર રમતાં શખશોને ઝડપી લીધા હતા. તેમની પાસેથી રૂ. 10,750 રોકડ તેમજ ચાર મોબાઇલ મળી રૂ. 14,750 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતાં શકુનીઓમાં ફફડાટ પ્રસરી ગયો હતો.

બનાસકાંઠા જિલ્લા પોલીસવડા દ્વારા તમામ પોલીસ સ્ટેશનના અધિકારીઓને દારૂ જુગારના કેસો કરવા સૂચના અનુસંધાનપાના-8

આપવામાંઆવી હતી. જે અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષક બી.એ. ચાવડા, સીપીઆઇ જે.ડી. મેવાડાના માર્ગદર્શન હેઠળ તાલુકા પીએસઆઇ જે.એચ. સિંઘવે સ્ટાફના માણસો સાથે રવિવારે જગાણા રેલવે નાળા પાસે જાહેરમાં ચાલતા જુગારના અડ્ડા ઉપર રેડ કરી હતી. જ્યાંથી દાવ ઉપર મુકેલા રૂ. 10,750 તેમજ 4 મોબાઇલ કિંમત રૂ. 4000 મળી કુલ રૂ. 14,750 નો મુદ્દામાલ કબજે કરી શખસો સામે જુગારધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવતાં શકુનીઓમાં ફફડાટ પ્રસરી ગયો હતો.ઝડપાયેલા શખશો

1.દિનેશધરમાભાઇ વણકર (રહે. જગાણા), 2.જગદીશ ભીખાભાઇ સોલંકી (રહે. જગાણા), 3.સુરેશ ધુડાજી ઠાકોર (રહે. જગાણા), 4.સુધીર અમરતભાઇ મેવાડા (રહે. રતનપુર), 5.મનોજ ચંદુભાઇ પટણી (રહે. જગાણા), 6.શંભુગીરી દેવગીરી ગૌસ્વામી (રહે. જગાણા)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો