તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુર નજીકથી દારૂની હેરાફેરી કરતા બે ઝડપાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલનપુરતાલુકા પોલીસે શનિવારે બાતમીના આધારે વિરપુર નજીકથી એક છોટાહાથીમાંથી વિદેશીદારૂની બોટલો સાથે બે શખસોની અટકાયત કરી રૂ. 1,06,450 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ પ્રસરી ગયો હતો.

પાલનપુર તાલુકાના વીરપુર પાટીયા નજીકથી એક છોટાહાથીમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની તાલુકા પોલીસને બાતમી મળી હતી. જેના પગલે નાયબ પોલીસ અધિક્ષક બી.એ. ચાવડા, સીપીઆઇ જે.ડી. મેવાડાની સૂચનાથી પીએસઆઇ જે.એચ. સિંઘવે સ્ટાફના વિક્રમસિંહ સહિતના સ્ટાફ સાથે વિરપુર પાટીયા નજીક વોચ ગોઠવી શંકાસ્પદ છોટાહાથી ગાડી નંબર જીજે-08-ઝેડ-6104 ને ઉભું રખાવી તલાસી લેવામાં આવતાં વિદેશી દારૂ, બીયર નંગ-64 કિંમત રૂ. 6,450 મળી આવતાં ચાલક પાલનપુરના ભાગળ (પીં) ના વિનોદકુમાર મધાભાઇ પરમાર અને પાલનપુર હમીરબાગના ચેતનભાઇ હીરાભાઇ ગેલોતર સામે પ્રોહિબીશનનો ગૂનો નોંધી રૂ. 6,450 નો દારૂ તેમજ એક લાખનું છોટાહાથી ગાડી મળી કુલ કિંમત રૂ. 1,06,450 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પાલનપુર-દાંતા હાઇવે ઉપર વીરપુર નજીકથી તાલુકા પોલીસે દારૂ ભરેલા છોટાહાથી વાહન સાથે બે શખસોની અટકાયત કરી હતી.તસ્વીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો