તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કારમાંથી વિદેશી દારૂ સાથે બે શખસોની અટકાયત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કારમાંથી વિદેશી દારૂ સાથે બે શખસોની અટકાયત

પાલનપુર : એલસીબીપીઆઇ કે.જે. પટેલની સૂચનાથી પીએસઆઇ એચ.વી. ચૌધરીએ સ્ટાફ સાથે ચિત્રાસણીથી અમીરગઢ હાઇવે ઉપર વોચ ગોઠવી હતી. જેમાં મારૂતીફન્ટી નંબર જીજે-05-સીએ-2307 ઉપર શંકા જતાં ઉભી રખાવી તેની તલાસી લેવામાં આવતાં કારમાંથી વિદેશી દારૂની બોટલો તેમજ બિયર નંગ-18 કિંમત રૂ. 2000 મળી આવ્યો હતો. જેથી પોલીસે માલણ ગામના હીરા ગલબાભાઇ ચૌધરી અને જીજ્ઞેશ દેવજીભાઇ ચૌધરી સામે ગૂનો નોંધી રૂ. 53,500 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ખિમાણાપાદરનીસીમમાંથી રૂ. 43 હજારનો વિદેશી દારૂ ઝડપાયો

વાવ: વાવપીએસઆઇ એમ.જે. ચૌધરી સ્ટાફના રહીમભાઇ, ઉદેશીભાઇ, ભરતસિંહ, સેંધાભાઇ, હબીબભાઇ, રમેશભાઇ સાથે શનિવારે ગામડાઓમાં પેટ્રોલીંગમાં હતા. ત્યારે ભરતસિંહને મળેલી બાતમીના આધારે ખિમાણાપાદર ગામની સીમમાં હસાભાઇ કુંભાભાઇ રાજપૂતના કબજા ભોગવટાના ખિમાણાપાદર ગામથી ખરડોલ જવાના કાચા માર્ગ પર આવેલ બોરીયા નામના ખેતરમાં તપાસ હાથ ધરી હતી. જ્યાં ખેતરની વાડમાં છૂટક-છૂટક સંતાડેલી રૂ. 43,300 ની વિદેશી દારૂની નાની બોટલ નં. 443 મળી આવી હતી. અંગે વાવ પોલીસ મથકે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

લીલાધરગામેથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઇ

દિયોદર :દિયોદર પીએસઆઇ ઓ.પી. સિસોદીયાને મળેલી બાતમીના આધારે સ્ટાફના ગોવિંદભાઇ, ચિરાગસિંહ, બાબરજી સાથે શનિવારે સવારે દિયોદર તાલુકાના લીલાધર ગામે એક ખેતરમાં રહેણાંક ઘર પાસેથી કાર નં. જીજે-8-આર-4444 ને ઝડપી લીધી હતી. જેની તલાસી લેતાં કારમાંથી બોક્ષમાં ભરેલો રૂ. 1,28,000 નો વિદેશી દારૂ 1280 નંગ બોટલ મળી આવ્યોહતતો. અંગે રૂ. 2,00,000 ની કાર મળી કુલ રૂ. 3,28,000 નો મુદ્દામાલ ઝડપી લઇ કારચાલક લક્ષ્મણસિંહ ભેમજી વાઘેલા સામે ગૂનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો