તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બનાસડેરી દ્વારા દાણના ભાવમાં રૂ. 50નો ઘટાડો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બનાસડેરીદ્વારા પશુદાણમાં પ્રતિ બોરી દિઠ રૂ. 150 નો ભાવ વધારો ઝીંકાતા 70 કિલોના રૂ. 1350 થયા હતા. જેના પગલે ખેડૂતોમાં ઉગ્ર રોષ ઉદ્દભવ્યો હતો. બીજીતરફ આમઆદમી પાર્ટી બનાસકાંઠાના પ્રમુખ સહિત કાર્યકરોએ ઉપવાસ આંદોલન કર્યું હતું. અને પંદર દિવસમાં ભાવ ઘટાડો થાય તો આત્મવિલોપનની ચિમકી પણ ઉચ્ચારી હતી. દરમિયાન રવિવારથી દાણના ભાવમાં રૂ. 50 ના ઘટાડોનો નિર્ણય કરાયો છે.

ડેરીના સૂત્રોએ જણાવ્યું હતું કે, હાલમાં દાણના કાચા માલના ભાવોમાં સાનુકુળતાની શરૂઆત થતાં 18 સપ્ટેમ્બરથી દાણના ભાવમાં પ્રતિબોરી રૂ. 50 નો ઘટાડો કર્યો છે. જેથી હવે 70 કિલોની બોરીનો ભાવ રૂ. 1300 રહેશે.

અન્ય સમાચારો પણ છે...