તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાંથાવાડા પેટ્રોલ પંપ પાસે બાઇકને ટ્રકે અડફેટ લેતાં શિક્ષકનું મોત થયું

પાંથાવાડા પેટ્રોલ પંપ પાસે બાઇકને ટ્રકે અડફેટ લેતાં શિક્ષકનું મોત થયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી, રેફરલમાં શિક્ષકોના ટોળાં ઉમટ્યા, પોલીસે ગુનો નોંધી તપાસ ધરી

ગુંદરી-ડીસાસ્ટેટ હાઇવે પર પાંથાવાડા પેટ્રોલ પંપ સામે પૂરઝડપથી આવતી કાળમુખે ટ્રકે બાઇક ચાલક શિક્ષકને અડફેટે લેતાં શિક્ષકનું ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે ટ્રકમાંથી કૂદી પડેલ ક્લીનરને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે પાંથાવાડા રેફરલમાં લવાયો હતો. ઘટનાની જામ થતાં પાંથાવડા પોલીસને ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ માટે રેફરલમાં લવાયો હતો.

અકસ્માતની પ્રાપ્ત થતી વિગતો અનુસાર મૂળ પાલનપુર તાલુકાના જલસેણી ગામના અને દાંતીવાડા તાલુકાના ભાંડોત્રા ગામે શિક્ષક તરીકે ફરજ બજાવતાં રમેશભાઇ જેઠાભાઇ પરમાર (ઉં.વ.અં.35) મંગળવારે સવારે પાલનપુર તાલુકાના ચિત્રાસણી ગામે શિક્ષકોની તાલીમમાં ગયા હતા. અને સાંજે પોતાના બાઇક નં. જીજે-8-એએ-2718 પર પરત ભાંડોત્રા આવી રહ્યા હતા. ત્યારે પાંથાવાડા પેટ્રોલ પંપ સામે રાજસ્થાન તરફથી માતેલા સાંઢની માફક આવતી ટ્રક નં. જીજે-12-બીટી-6343ના ચાલકે શિક્ષકના બાઇકને અડફેટે લેતાં શિક્ષકનું ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યું હતું. ઘટનાને પગલે માર્ગ પર લોકોના ટોળેટોળાં એકઠા થયા હતા. જેની જાણ પાંથાવાડા પોલીસને થતાં પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ અર્જુનભાઇ, પોલીસ કોન્સ્ટેબલ કીરીટભાઇ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક દૂર કરાવી જરૂરી કાર્યવાહી બાદ શિક્ષકના મૃતદેહને પીએમ માટે રેફરલમાં લવાયો હતો. તો બીજી તરફ કાળમુખી ટ્રકમાંથી ક્લીનર કુદી પડતાં ગંભીર ઇજાઓ થઇ હતી. જેને ઇમરજન્સી 108 વાન મારફતે પાંથાવાડા રેફરલમાં લવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...