તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુરમાંસાડી શો રૂમ ધરાવતા મુળ હરિયાણાના વેપારીએ યુવા વયે

પાલનપુરમાંસાડી શો રૂમ ધરાવતા મુળ હરિયાણાના વેપારીએ યુવા વયે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલનપુરમાંસાડી શો રૂમ ધરાવતા મુળ હરિયાણાના વેપારીએ યુવા વયે કટોકટીના સમયમાં કારાવાસ ભોગવ્યો હતો. જેમને હરિયાણા સરકારે યાદ કરી તામ્રપત્ર તેમજ ઓળખ કાર્ડ એનાયત કર્યું છે. ત્યારે ગુજરાતમાંથી પણ આવા વીરલાઓને યાદ કરી તેમને સન્માનવા જોઇએ.

પાલનપુર ખાતે દિલ્હીગેટ વિસ્તારમાં સાડી શો રૂમ ધરાવતા અશોકકુમાર અમૃતલાલ અરોરા મુળ હરિયાણાના વતની છે. અને છેલ્લા 30 વર્ષથી વ્યવસાય અર્થે પાલનપુરમાં સ્થાયી થયેલા છે. અંગે તેમણે જણાવ્યું હતું કે, ભારતના લોકતંત્રના ઇતિહાસમાં 26 જૂન 1975 થી 21 માર્ચ 1977 સુધી કટોકટી કાળ રહ્યો હતો. તે વખતે મારી ઉંમર 20 વર્ષની હતી. દેશ માટે જેલમાં જવાની તક મળી હતી. તે વખતે 90 સાથીઓ સાથે રોહતક સેન્ટ્રલ જેલમાં રહ્યા હતા. જેમાં બીજુ પટનાયક, પીલુ મોદી, સિકંદર બક્ષ, અશોક મહેતા પણ સાથે હતા.

અન્ય સમાચારો પણ છે...