ગત વર્ષ કરતાં 10.15 ટકા પરિણામ ઘટ્યું

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બે છાત્રો ગ્રેડ એ-1 માં, 92 છાત્રો ગ્રેડ એ-2 માં આવ્યા: દાંતાનું સૌથી ઊંચુ 75.78 , ઓછું 35.12 ટકા િશહોરીનું

શિક્ષણબોર્ડદ્વારા લેવાયેલી ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ શનિવારે સવારે વેબસાઇટ ઉપર જાહેર કરાયું હતું. ત્યારે પરિણામની આતુરતાથી રાહ જોઇ રહેલા છાત્રોએ મોબાઇલ ઉપર તો કેટલાકે સાયબર કાફેમાં જઇને પરિણામ જાણ્યા હતા. જેમાં બનાસકાંઠાનું કુલ 54.49 ટકા પરિણામ આવ્યું છે. જે ગત વર્ષ કરતાં 10.15 ટકા ઓછું આવ્યું છે અને જિલ્લો અઢારમા ક્રમે ધકેલાયો હતો. વર્ષે બે છાત્રોએ ગ્રેડ એ-1 પ્રાપ્ત કર્યો છે.

શનિવારે સામાન્ય પ્રવાહ ધોરણ-12 નું પરિણામ જાહેર થતાં જિલ્લાનું કુલ પરિણામ 54.49 ટકા આવ્યું છે. માર્ચ’-15માં કુલ 26719 છાત્રોએ પરીક્ષા આપી હતી. જેમાં 14155 છાત્રો સફળ થયા હતા. જ્યારે 12564 છાત્રો નાપાસ (સુધારણા જરૂરી) થયા છે. ગતસાલ જિલ્લાનું કુલ પરિણામ 64.64 ટકા આવ્યું હતું. વખતે તેમાં 10.15 ટકાનો ધરખમ ઘટાડો થતાં એકથી દસ ક્રમમાં રહેતો જિલ્લો છેક અઢારમાં ક્રમે પછડાયો છે. જો કે છેલ્લા બે વર્ષથી ગ્રેડ એ-1માં એકપણ છાત્ર આવ્યો નહતો. વર્ષે બે છાત્રો ગ્રેડ એ-1 માં આવ્યા છે. જ્યારે ગ્રેડ એ-2 માં 92 છાત્રો આવ્યા છે. જિલ્લામાં કુલ-22 કેન્દ્રો પૈકી દાંતા કેન્દ્ર 75.78 ટકા સાથે પ્રથમ ક્રમે જ્યારે સૌથી ઓછું પરિણામ શિહોરીનું 35.12 ટકા રહ્યું હતું. બોર્ડ દ્વારા વેબસાઇટ ઉપર માત્ર પરિણામની જાણકારી અપાઇ હતી. જ્યારે માર્કસીટ પાછળથી અપાશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

ચોથા વર્ષે પરિણામમાં ઘટાડો

વર્ષ પરિણામ

માર્ચ-1269.84

માર્ચ-1370.20

માર્ચ-1464.64

માર્ચ-1554.49

જિલ્લાનું ગ્રેડ મુજબ પરિણામ કેવું રહ્યું

કુલછાત્રોપરીક્ષાર્થી એ-1 એ-2 બી-1 બી-2 સી-1 સી-3 ડી ઇ-1 એન.આઇ. કુલ પરિણામ

27122267192 92 587 1753 3484 4430 4178 32 12564 54.49

પરિણામ ગતવર્ષ કરતાં ઘટી ગયું છે. વર્ષે સીસીટીવી કેમેરાની નિગરાની હેઠળ પરીક્ષા લેવાતા પરિણામમાં ઘટાડો થયો હોવાનું મનાઈ રહ્યું છે.

ગેરરીતિના કેસમાં 17 છાત્રોના પરિણામ રિઝર્વ

પરીક્ષાદરમિયાનસીસીટીવી કેમેરા તેમજ ટેબલેટના ફૂટેજ તેમજ ડીઇઓ દ્વારા સ્કોડએ પકડેલા ગેરરીિતના કેસોમાં 17 જેટલા છાત્રોના પરિણામ રિઝર્વ રાખવામાં આવ્યા છે.

પરિણામમાંઘટાડાથી વાલીઓમાં ચિંતા

બનાસકાંઠાજિલ્લામાંછેલ્લા ચાર વર્ષના પરિણામને ધ્યાનમાં લેતા ચાલુ સારો ગત સાલ કરતા 10.15 ટકા જેટલું પરિણામ નીચું આવ્યું છે. જ્યારે 12564 જેટલા છાત્રો નાપાસ (પરિણામમાં સુધારણા) થયા છે. જેના પગલે વાલીઓમાં ચિંતાની લાગણી પ્રસરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 8674 છાત્રો નાપાસ થયા હતા. જેમાં 3890 નો વધારો થયો છે.

જિલ્લાનું કેન્દ્ર વાઇઝ પરિણામ

નવા ત્રણ કેન્દ્રમાં ગઢ કેન્દ્રનું ઊંચુ પરિણામ

બનાસકાંઠાજિલ્લાનાગત વર્ષે 19 પરીક્ષા કેન્દ્રો હતા. જેમાં વર્ષ-15માં વધુ ત્રણ કેન્દ્રને મંજૂરી અપાઇ હતી. જેમાં ગઢનું કેન્દ્રનું સૌથી ઊંચુ પરિણામ 74.51 આવ્યું હતું. જ્યારે સોનીનું 69.02 અને જડીયા કેન્દ્રનું 57.14 ટકા પરિણામ આવ્યું હતું.

કેન્દ્ર કુલછાત્રો પરીક્ષાર્થી ઇક્યુસી એનઆઇ ટકાવારી

પાલનપુર33163283 2110 1173 64.27

ડીસા31873151 1657 1494 52.59

ધાનેરા14581429 770 659 53.88

ટેટોડા10291015 636 379 62.66

જડીયા347343 196 147 57.14

કાણોદર18101795 875 920 48.75

વડગામ14231413 754 659 53.36

ગોળા959952 587 365 61.66

ગઢ774765 570 195 74.51

અંબાજી514508 199 309 39.17

હડાદ567562 257 305 45.73

દાંતા937925 701 224 75.78

કુંવારસી386380 249 131 65.53

અમીરગઢ710698 303 395 43.41

થરાદ21542103 1032 1071 49.07

દિયોદર14201386 633 753 45.67

થરા12971274 559 715 43.88

વાવ15541514 776 738 51.25

શિહોરી11031082 380 702 35.12

ભાભર797783 402 381 51.34

લાખણી746734 482 252 65.67

સોની633623 430 193 69.02

શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-૧૫માં લેવાયેલ ધો.૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ શનિવારે જાહેર કરાયું હતું. જે છાત્રોએ સાયબર કાફે અને મોબાઇલ દ્વારા પોતાના પરિણામ જાણ્યા હતા./ ભાસ્કર

આતુરતાનો અંત I સામાન્ય પ્રવાહનું 54.49 પરિણામ, જિલ્લો છેક અઢારમા ક્રમે ધકેલાયો

અન્ય સમાચારો પણ છે...