• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • અમીરગઢનજીક શુક્રવારે રાત્રે અજાણ્યા વાહનચાલકે સાયકલને ટક્કર મારતાં એક

અમીરગઢનજીક શુક્રવારે રાત્રે અજાણ્યા વાહનચાલકે સાયકલને ટક્કર મારતાં એક

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમીરગઢનજીક શુક્રવારે રાત્રે અજાણ્યા વાહનચાલકે સાયકલને ટક્કર મારતાં એક યુવકનું મોત નિપજ્યું હતું. જ્યારે એકને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતા. અમીરગઢ- પાલનપુર હાઇવે ઉપર શુક્વારે રાત્રે અજાણ્યા વાહન ચાલકે અેક સાયકલને ટક્કર મારી હતી. અકસ્માતમાં સાયકલ ઉપર સવાર અમીરગઢ તાલુકાના જુનીરોહના મુકેશભાઇનું ઘટનાસ્થળે કરૂણ મોત નિપજ્યું હતુ. જ્યારે અરવિંદભાઇને ગંભીર ઇજાઓ થતાં 108ના પાયલટ લાલજીભાઇ અને ઇઅેમટી વિજયભાઇએ પાલનપુર ખાતે સારવાર અર્થે ખસેડયો હતો. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી ગઇ હતી.

અન્ય સમાચારો પણ છે...