વાલેર પાસે જેસીબીની ટક્કરે રાહદારી ઘાયલ
ધાનેરા : વાલેરગામે રહેતો કંચનજી સવજીજી ઠાકોર (20) રસ્તા પરથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે જેસીબીના ડ્રાઇવરે તેને અડફેટે લીધો હતો. જેથી તેને ગંભીર ઇજાઓ થતાં 108 દ્વારા તાત્કાલિક રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે લવાયો હતો. પરંતુ હાલત ગંભીર જણાતાં વધુ સારવાર માટે પાલનપુર રીફર કરાયો હતો.