• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુર | સમર્પણહોસ્પિટલ પાલનપુર આયોજિત શશીકાન્ત કોઠારી અને મીનલબેન શાહ

પાલનપુર | સમર્પણહોસ્પિટલ પાલનપુર આયોજિત શશીકાન્ત કોઠારી અને મીનલબેન શાહ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | સમર્પણહોસ્પિટલ પાલનપુર આયોજિત શશીકાન્ત કોઠારી અને મીનલબેન શાહ તથા નેશનલ ટ્રેકોમા એન્ડ બ્લાઇન્ડનેસ કંટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત મેપડા ખાતે રવિવારે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં આંખોના રોગના 226 અને જનરલ 110 મળી 336 દર્દીઓએ તેનો લાભ લીધો હતો. આંખો માટે ડો. મૌલેષભાઇ પટેલ, ડો. પિયૂષ શાહ અને દિનેશભાઇ ચૌધરી, જ્યારે સર્વરોગમાં ડો. વત્સલ જોષીએ સેવા આપી હતી. કેમ્પમાં 43 મોતીયાના ઓપરેશન વિનામૂલ્યે કરી અપાયા હતા. દાતા મીનલબેન અને શશીકાન્તભાઇ કોઠારી મુંબઇથી ખાસ હાજર રહ્યા હતા. ઉપરાંત મેનેજીંગ ટ્રસ્ટી શૈલેષભાઇ મહેતા, દિનેશભાઇ અખાણી સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...