તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • પાલનપુરમાં પૈસા લઇ આધારકાર્ડ કાઢવા મુદ્દે ના. મામ.ને તપાસ સોંપાઇ

પાલનપુરમાં પૈસા લઇ આધારકાર્ડ કાઢવા મુદ્દે ના. મામ.ને તપાસ સોંપાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરગણેશપુરા વિસ્તારમાં શનિવારે આધારકાર્ડ કાઢતી અેજન્સીનો એનરોલમેન્ટ ઓપરટેર રૂ. 60 નું ઉઘરાણુ કરતાં ઝડપાઇ ગયો હતો. અંગેના અહેવાલ બાદ સોમવારે નાયબ મામલતદારને તપાસ સોંપવામાં આવી છે. જે અંતર્ગત ઓપરેટરને કચેરીમાં રૂબરૂ બોલાવી તેના જવાબો લેવામાં આ‌વ્યા હતા. અને તેનો ઉચ્ચકક્ષાએ રિપોર્ટ પણ કરાશે.

પાલનપુરના ગણેશપુરા વિસ્તારના પ્રજાપતિવાસમાં શનિવારે આધારકાર્ડ કાઢતી એજન્સીનો એનરોલમેન્ટ ઓપરેટર દિનેશકુમાર અમૃતભાઇ પટેલ વ્યકિત દીઠ રૂ. 60 ઉઘરાવી આધારકાર્ડની પહોચ આપતો હતો. જ્યાં ઓચિંતી તપાસ કરતાં તે ખુરશી છોડીને નાસી છુટ્યો હતો. જોકે ત્યાં સ્થાનિક રહીશોને હોબાળો મચાવતાં તેમને નાણાં પરત કરાયા હતા. જિલ્લા કલેકટર દ્વારા કારાસ્તાનની આધારકાર્ડની કામગીરી સંભાળતા નાયબ મામલતદારને તપાસ સોંપવામાં આ‌વી છે. તંત્રની કાર્યવાહીથી નાણાં લઇ આધારકાર્ડની કામગીરી કરતા શખ્સોમાં ફફડાટ લાગણી પ્રસરી ગઇ છે.

ભાસ્કર ઇમ્પેક્ટ

કમ્પ્યુટર ઓપરટેરની પુછતાછ કરાઇ છે

પાલનપુરમાંપ્રજાજનોપાસેથી નાણાં ઉઘરાવી આધારકાર્ડની કામગીરી કરતા એનરોલમેન્ટ ઓપરેટરને કચેરીમાં રૂબરૂ બોલાવી તેના જવાબો લેવામાં આ‌વ્યા છે. અંગે ઉચ્ચકક્ષાએ રિપોર્ટ કરાશે.: ડી.અેમ.સમોચા ( નાયબ મામલતદાર, આધારકાર્ડ, પાલનપુર)