• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાણી ઓસર્યા પછી ઠેર ઠેર તબાહીના દ્રશ્યો, આબુમાં જીવના જોખમે મુસાફરી

પાણી ઓસર્યા પછી ઠેર ઠેર તબાહીના દ્રશ્યો, આબુમાં જીવના જોખમે મુસાફરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | માઉન્ટ,આબુરોડ અને અમીરગઢમાં વરસાદે તારાજી સર્જી છે. વરસાદના વહેણથી કેટલાક રસ્તાઓ તૂટી જતા મોટાભાગના ગામો વિખુટા પડી ગયા છે. સ્ટેટ સમય બનાવેલા નાળા પણ બે ભાગમાં થઇ ગયા છે. આબુમાં નાળું તુટતા રસ્તો બંધ થઇ ગયો . તસવીર-ભવર મીણા

ડીસા | વરસાદનાકારણે ડીસાને જોડતા તમામ માર્ગો ક્ષતિગ્રસ્ત થવા ઉપરાંત રેલ્વેલાઈન પણ ધોવાઇ રેલ વિભાગને પણ વ્યાપક નુકશાન થયું છે. ડીસામાં છેલ્લા એક અઠવાડિયાથી પડી રહેલા ભારે વરસાદમાં ડીસાના ગોઢા પાસે રેલ્વે ટ્રેક નીચે જમીનનું ધોવાણ થતા જમીન પર પાથરેલા રેલવેના પાટા અત્યારે હવામાં ઝુલતા થઇ ગયા છે. ડીસા-ધાનેરા રોડ પર 2015માં આવેલા વિનાશક પૂરમાં પાટા માત્ર બે જગ્યા પરથી ધોવાયા હતા. જ્યારે વખતે ત્રણ જગ્યા પર રીતે પાટા હવામાં ઝુલતા નજરે પડી રહ્યા છે. ડીસા-થરાદ રોડ પર આવેલા ઝેરડા ગામ નજીક અને રામસણ ગામ નજીકથી પસાર થતી રેલ્વે લાઈન સંપૂર્ણ પણે ધોવાઇ જતા અત્યારે રેલ વ્યવહાર ઠપ્પ થઇ ચુક્યો છે. અને રૂટની લગભગ 30 જેટલી માલવાહક અને પેસેન્જર ટ્રેનોને રદ કરી દેવામાં આવી છે. 30 જેટલી ટ્રેનો રદ થવાના કારણે કારણે મુસાફરોની તકલીફો પણ વધી ગઈ છે અને રેલ વિભાગને પણ પુરના કારણે ભારે નુકશાન થયું છે. તસવીર-રાકેશપટેલ

અન્ય સમાચારો પણ છે...