• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • બનાસકાંઠાજિલ્લામાં આવેલા ભારે મેઘ કહેર અને પૂરના પાણીથી જિલ્લામાં

બનાસકાંઠાજિલ્લામાં આવેલા ભારે મેઘ કહેર અને પૂરના પાણીથી જિલ્લામાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠાજિલ્લામાં આવેલા ભારે મેઘ કહેર અને પૂરના પાણીથી જિલ્લામાં હજારો પશુઘન મોતને ભેટલા હોવાનો અંદાજ સેવાઇ રહ્યો છે. જોકે હજુ પુરના પાણી ઓસરતા પશુઓના મોતનો આંક હજુ સ્પષ્ટ બન્યો નથી. જોકે જિલ્લા કલેકટર દિલીપરાણાએ 810 પશુઓના મોતની પુષ્ટિ કરી છે. ત્યાં આજે કાકરેજ તાલુકાના ઉણમાં 150 ગાયો પાણીના વહોળામાં તણાઇ ગયા છે.

રાજસ્થાનમાં ભારે વરસાદ બાદ થયેલા પુર પ્રકોપે અનેક માનવ જીંદગીઓ હતી હતી કરી દીધી હતી. તેવામાં જિલ્લાના ધાનેરા, ડીસા, દાંતીવાડા, કાંકરેજ, લાખણી, થરાદ, વાવ, સુઇગામ, ભાભર, થરા અને દિયોદરમાં વરસાદ સાથે પુરના પાણી ફરી વળતા હજારો પશુઓ પણ મોતને ભેટ્યા હતા. વહીવટીતંત્ર દ્વારા મૃતપશુઓ દ્વારા રોગચાળો ફેલાય તે માટે તેમની અંતિમ ક્રિયા કરી મૃતદેહોનો ઉંડા ખાડા ખોદી નિકાલ કરવામાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...