• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • સ્થાનિક પોલીસ કાર્યવાહી નહીં કરતાં સપ્તાહ અગાઉ નગરસેવકની પત્નીએ પોલીસવડાને રજૂઆત કરી હતી

સ્થાનિક પોલીસ કાર્યવાહી નહીં કરતાં સપ્તાહ અગાઉ નગરસેવકની પત્નીએ પોલીસવડાને રજૂઆત કરી હતી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાભરપાલિકાનો ભાજપનો કોર્પોરેટર બે માસ અગાઉ તેની પત્ની અને બે બાળકોને મુકીને અન્ય મહિલા સાથે નાસી જતાં તેની પત્નીએ સપ્તાહ અગાઉ જિલ્લા પોલીસવડાને રજૂઆત કરી હતી. જે બાદ સોમવારે કોર્પોરેટર અને મહિલા સામે પાલનપુર મહિલા પોલીસે ગૂનો નોંધી તેમને ઝડપી લેવાના ચક્રોગતિમાન કર્યા છે.

ભાભર પાલિકાનો ભાજપનો કોર્પોરેટર ભાવેશ સોમાલાલ સાયતા (મુન્નો) બે માસ અગાઉ એક મહિલા સાથે નાસી ગયો હતો. અંગે તેની પત્ની જાગૃતિબેને અગાઉ ભાભર પોલીસમથકે અરજી કરી હતી. પરંતુ પોલીસે કોઇ કાર્યવાહી કરતાં તેણીએ સપ્તાહ અગાઉ પોલીસવડા નિરજ બડગુજરને રજૂઆત કરી હતી. જે બાદ સોમવારે પાલનપુર મહિલા પોલીસે ભાવેશ સાયતા અને મહિલા સામે ગૂનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...