• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • વાસણ નજીક એકટીવા સ્લીપ થતાં શિક્ષક સહિત બે છાત્રાને ઇજા

વાસણ નજીક એકટીવા સ્લીપ થતાં શિક્ષક સહિત બે છાત્રાને ઇજા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરતાલુકાના વાસણ(ધા) નજીક ગુરુવારે બપોરના સુમારે એક એકટીવા સ્લીપ થતાં ધાણધા સ્કુલના શિક્ષક તેમજ બે છાત્રાઓને ઇજા થવા પામી હતી. જેમાં ગંભીર શિક્ષકને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.

રતનપુર શાળામાં ગુરુવારે વિજ્ઞાન મેળો હતો.જ્યાંથી ધાણધા શાળાના શિક્ષક પાલનપુરના કમલેશભાઇ જયંતિભાઇ પરમાર (ઉ.વ.30) બે છાત્રોઓને એકટીવા ઉપર બેસાડી ધાણધા આ‌વી રહ્યા હતા. ત્યારે વાસણ નજીક અચાનક એકટીવા સ્લીપ થઇ ગયું હતું. જેમાં છાત્રાઓને વધતી ઓછી ઇજા થવા પામી હતી. જ્યારે કમલેશભાઇને ગંભીર ઇજાઓ થતાં વડગામ 108ના પાયલટ સાદિકખાન શેખ અને ઇએમટી પ્રવિણાબહેને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...