• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • ડીસાની આશીર્વાદ હોસ્પિટલમાં ઇન્કમટેક્ષનું સર્ચ ઓપરેશન

ડીસાની આશીર્વાદ હોસ્પિટલમાં ઇન્કમટેક્ષનું સર્ચ ઓપરેશન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસાખાતે ગાયત્રી મંદિર નજીક આવેલી આશીર્વાદ સર્જીકલ હોસ્પિટલમાં ગુરુવારે પાલનપુર ઇન્કમટેક્ષની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કાર્યવાહીના પગલે ડીસાના તબીબોમાં ફફડાટ પ્રસરી ગયો હતો.

પાલનપુર ઇન્કમટેક્ષ વિભાગની ટીમ દ્વારા ડીસાની હોસ્પિટલોમાં સર્ચ ઓપરેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે, ‘ડીસાના ગાયત્રી મંદિર વિસ્તારમાં આવેલી ડો. મેહુલ મોઢની આશીર્વાદ સર્જીકલ હોસ્પિટલમાં ગુરુવારે ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવતાં ભારે અફડા-તફડી મચી જવા પામી હતી. કાર્યવાહી રાત સુધી ચાલુ રહી હતી.તબીબોમાં ભારે ફફડાટ પ્રસરી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...