• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • ખૂણિયા ઘોઘૂમાં આરોગ્ય તંત્રની 80 કર્મીઓની 26 ટીમોની તપાસ

ખૂણિયા-ઘોઘૂમાં આરોગ્ય તંત્રની 80 કર્મીઓની 26 ટીમોની તપાસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમીરગઢતાલુકાના ખૂણિયા અને ઘોઘૂ ગામે બીમારીથી બાળકોનો મૃત્યુ આંક 7 પર પહોંચ્યો છે. ત્યારે આરોગ્ય તંત્ર દ્વારા ગંભીરતાથી લઇને બંને ગામોમાં 80 કર્મચારીઓની 26 ટીમ બનાવી રોગચાળા અંગે સર્વે કામગીરી હાથ ધરાઇ છે. મંગળવારે રાત્રે જિલ્લા વિકાસ અધિકારી, ધારાસભ્ય દ્વારા ગામમાં બેઠક બોલાવી ગામલોકો સાથે ચર્ચા કરી જરૂરી સૂચનાઓ આપી હતી.

ખૂણિયા-ઘોઘૂ ગામે ગળાના કાકડાના ઇન્ફેકશનની બીમારીથી કુલ 7 બાળકોના મોત થયા છે. જ્યારે અત્યાર સુધીમાં 20 જેટલા બાળકોને સારવાર અર્થે પાલનપુર લઇ જવાયા છે. જેને પગલે મંગળવારની રાત્રે જિલ્લા વિકાસ અધિકારી અમીતકુમાર અરોરા અને ધારાસભ્ય કાન્તીભાઇ ખરાડી દ્વારા ગામલોકોની બેઠક બોલાવી ચર્ચા-વિચારણા કરાઇ હતી. અંગે જિલાલ આરોગ્ય અધિકારી એ.એચ. આચાર્યએ જણાવ્યું કે, ‘ખૂણિયા ગામે 14, જ્યારે ઘોઘૂ ગામે 12 તબીબ, સુપરવાઇઝર અને હેલ્થ વર્કરો મળી કુલ 80 કર્મચારીઓની જુદી-જુદી 26 ટીમો બનાવી કામગીરી ચાલી રહી છે. ધારાસભ્ય કાન્તીભાઇ ખરાડીએ બીમારીએ અન્ય ગામોમાં પણ દેખા દીધી હોવાથી તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાય તેવી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું.

દરમિયાન અમીરગઢપંથકમાં ગંભીર બીમારી હવે પાલનપુર પંથકમાં પણ પ્રસરી રહી છે. બુધવારે પાલનપુરના કરજોડાના કૈલાસ દલજીભાઇ વાઘેલા (1), ચંડીસરના પંકજ લક્ષ્મણભાઇ ભીલ (1), અમીરગઢના કાનપુરાના કમલેશ લાલાભાઇ ખરાડી અને પાડકેડાના ગીતાબેન મીઠાભાઇ રાઇદરા (10)ને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં અત્યાર સુધીમાં 18 ઉપરાંત દર્દીઓને ખસેડાયા છે.

પાલનપુર સિવિલ હોસ્પિટલમાં વધુ ચાર દર્દીઓને ખસેડાયા

અન્ય સમાચારો પણ છે...