બનાસકાંઠાના 53 તલાટીની સાગમટે બદલીના આદેશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યસરકારે ભ્રષ્ટાચાર મુક્ત શાસનની છાપ ઉભી કરવા માટે કરેલી કાર્યવાહીના પગલે બનાસકાંઠા જિલ્લાના વર્ગ-3માં આવતા તલાટીઓની બદલીના આદેશ કરાયા છે. જિલ્લામાં પાંચ વર્ષથી એક જગ્યાએ ચીટકેલા તેમજ જે તલાટીઓની ગામોમાંથી ફરિયાદો મળી હતી તેવા 53 તલાટીઓની સાગમટે બદલી કરી દેવાઇ છે. જિલ્લા વિકાસ અધિકારી અમીત અરોરાની સૂચનાથી નાયબ જિલ્લા વિકાસ અધિકારી (મહેસૂલ) એ.જે. દેસાઇએ આદેશ કર્યો હતો. જેમાં સૌથી વધુ થરાદ તાલુકાના 10, પાલનપુરના 7, ડીસા અને દાંતાના 7-7 તલાટીઓની બદલી કરાઇ છે.

(નામમાટે વાંચો પાન-8)

અન્ય સમાચારો પણ છે...