• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • નર્મદાની મુખ્ય કેનાલ 300 જગ્યાએ તુટી : 25 થી વધુ સ્થળે મોટા ગાબડા

નર્મદાની મુખ્ય કેનાલ 300 જગ્યાએ તુટી : 25 થી વધુ સ્થળે મોટા ગાબડા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બનાસકાંઠાજિલ્લામાં ખાબકેલા ભારે વરસાદ અને પુર પ્રકોપમાં જાનમાલ અને ખેતરો તબાહ થયા. અહી કુદરતનો કહેર એવો તો વરસ્યો કે નુકશાનીનું બિહામણુ ચિત્ર હવે રહી રહીને સામે આવી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ 300 જગ્યાએ નાની મોટી તુટી હોવાનું પ્રાથમિક અંદાજ સામે આવતા હડકંપ મચી ગયો છે.

નર્મદા નહેરની મુખ્ય કેનાલના સુપ્રિન્ટેન્ડેન્ટ સહિતની ટીમ વરસાદ થંભી ગયા બાદ બે દિવસથી મુખ્ય કેનાલનું સર્વે કરી રહી છે. કેનાલની બર્બર પરિસ્થિતિનો ચિતાર વ્યકત કરતા નર્મદા મુખ્ય કેનાલના સુપ્રિન્ટેન્ડેન્ટ ઇજનેર તોપરાનીએ જણાવ્યું હતું કે, નર્મદાની મુખ્ય કેનાલમાં બનાસકાંઠા જિલ્લામાં અંદાજે 200થી 300 સ્થળોએ નાના-મોટા કટ પડ્યા છે. જોકે કેટલાક સ્થળોએ પહોંચી શકાયું નથી. કેનાલ 25થી 30 સ્થળોએ મોટા પ્રમાણમાં તુટી છે. જે અંગેનો હાલ સર્વે ચાલી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...