• Home
  • Uttar Gujarat
  • Latest News
  • Palanpur
  • પાલનપુર એસટી દ્વારા પાલનપુરથી કરનાળા રૂટમાં દોડતી એસટી મિની

પાલનપુર એસટી દ્વારા પાલનપુરથી કરનાળા રૂટમાં દોડતી એસટી મિની

પાલનપુર એસટી દ્વારા પાલનપુરથી કરનાળા રૂટમાં દોડતી એસટી મિની બસ શનિવારે સવારના સમયે પાલનપુરથી કરનાળાના રૂટ પર...

DivyaBhaskar News Network | Updated - Apr 01, 2018, 04:25 AM
પાલનપુર એસટી દ્વારા પાલનપુરથી કરનાળા રૂટમાં દોડતી એસટી મિની

પાલનપુર એસટી દ્વારા પાલનપુરથી કરનાળા રૂટમાં દોડતી એસટી મિની બસ શનિવારે સવારના સમયે પાલનપુરથી કરનાળાના રૂટ પર મુસાફરી કરી પરત ડેપોમાં ફરી રહી હતી. તે સમય દરમિયાન બસના એન્જિનમાં અચાનક ક્ષતિ સર્જાતા રસ્તા વચ્ચે જ બસ અટકી ગઇ હતી.

જ્યારે આજુબાજુ રસ્તામાં ચાલતા મુસાફરો દ્વારા બસને ધક્કા મારી સાઇડ પર કરવામાં આવી હતી.કલાકો બાદ એસટીના મિકેનિકો ઘટના સ્થળે દોડી આવી બસને રિપેરીંગ કરી ડેપો સુધી પહોંચાડવામાં આવી હતી.

થોડા દિવસ અગાઉ એક બસ રેલવે બ્રિજ પર તો એક બસ ગઠામણ દરવાજા ચોકમાં જ બંધ થઇ ગઇ હતી.ત્યારે વારંવાર એસટીની બસો રૂટમાં બંધ થઇ જાય છે.

X
પાલનપુર એસટી દ્વારા પાલનપુરથી કરનાળા રૂટમાં દોડતી એસટી મિની
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App