• Home
  • Uttar Gujarat
  • Latest News
  • Palanpur
  • ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માતમાં બાઈક ચાલકનું સારવાર દરમિયાન મોત

ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માતમાં બાઈક ચાલકનું સારવાર દરમિયાન મોત

ચક્ષુદાન-મહાદાન| વડગામથી ચક્ષુઓ લઇ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવી

DivyaBhaskar News Network | Updated - Apr 01, 2018, 04:25 AM
ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માતમાં બાઈક ચાલકનું સારવાર દરમિયાન મોત
પાટણ-ડીસા હાઈવે પર કિમ્બુવા ગામ નજીક ટ્રેક્ટર સાથે બાઈક અથડાતાં બાઈક પર સવાર કિમ્બુવા ગામના યુવકને ગંભીર ઇજાઓ થતા તેનું મહેસાણા લાઈફલાઈન હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું

સરસ્વતી તાલુકાના કિમ્બુવા ગામના ભાવેશ જી ઠાકોર અને અલ્પેશજી ઠાકોર બંને જણા રાત્રિના સમયે બાઈક પર ખેતર જઈ રહ્યા હતા. તે વખતે કિમ્બુવા જીઈબી પાસે રોડ પર સામેથી આવતા ટ્રેક્ટરની લાઇટના અજવાળાથી બાઈક ચાલક ભાવેશ ઠાકોર અંજાઈ જતા ટ્રેક્ટર સાથે બાઈક અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં ભાવેશ ઠાકોરને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી. પાટણ જનતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. બાદમાં વધુ સારવાર માટે મહેસાણા લાઈફલાઈન હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા.પરંતુ સારવાર દરમિયાન તેમનું કરૂણ મોત થયું હતુ. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી.

X
ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માતમાં બાઈક ચાલકનું સારવાર દરમિયાન મોત
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App