કુદરતી આપત્તિને પહોંચી વળવા જિલ્લામાં 90 સાહસિકોની ટીમ

દરેક તાલુકામાંથી 21 થી 31 વર્ષના છ યુવકોની પસંદગી કરાઇ

DivyaBhaskar News Network | Updated - Apr 01, 2018, 04:25 AM
કુદરતી આપત્તિને પહોંચી વળવા જિલ્લામાં 90 સાહસિકોની ટીમ
બનાસકાંઠાના કોઇપણ વિસ્તારમાં ડૂબવાની, આગની, ભૂકંપની ઘટનામાં 90 સાહસિકો સતત ખડેપગે રહેશે. જેઓને 14 દિવસ મડાણાના એસઆરપી કેમ્પમાં વિશેષ તાલીમથી સજ્જ કરાશે. આપદા મિત્ર પ્રોજેકટ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાને આવરી રાજ્યમાં પ્રથમ વાર પાયલોટ પ્રોજેકટ હાથ ધરાયો છે.

2009, 2015 અને 2017માં કુદરતની ક્રૂર થપાટનો ભોગ બનેલા બનાસકાંઠા જિલ્લામાં આકસ્મિક આપદાઓની ઘટનાઓને પહુચી વળવા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે કમર કસી છે. જે માટે જિલ્લાના 14 તાલુકાઓમાં 21 થી 31 વર્ષના 90 જેટલા સાહસિકોને સતત ખડે પગે રહેવા વિશેષ તાલીમ બદ્ધ કરાશે. આ માટે રાજ્ય સરકારે 90 યુવાનોની 14 દિવસની તાલીમ ડિઝાઇન કરી છે. જેમાં વહેલી સવારથી જુદાજુદા કરતબો અને સાહસિક ઓપરેશનો કેવી રીતે પાર પાડવા, બચાવ કાર્યમાં કેવી રીતે કામ કરવું, ડૂબતી વ્યક્તિને કેવી રીતે બચાવવી જેવી જુદાજુદા તજજ્ઞો દ્વારા તાલીમ આપવામાં આવનાર છે. મડાણાના એસઆરપી કેમ્પ ખાતે યોજાનાર આ તાલીમ કેમ્પમાં એવા યુવાનોનો સમાવેશ કરવામાં આવ્યા છે જેવો દેશ માટે અને સમાજ માટે કંઈક કરી છૂટવાની ભાવના ધરાવે છે.

X
કુદરતી આપત્તિને પહોંચી વળવા જિલ્લામાં 90 સાહસિકોની ટીમ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App