Home » Uttar Gujarat » Latest News » Palanpur » મડાણા SRP ગૃપ-3ના 243 જવાનોની પાસિંગ આઉટ પરેડ અને દીક્ષાંત સમારોહ

મડાણા SRP ગૃપ-3ના 243 જવાનોની પાસિંગ આઉટ પરેડ અને દીક્ષાંત સમારોહ

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 04:25 AM

મડાણા (ડાંગીયા)માં રાજ્ય અનામત પોલીસ દળ એસઆરપી ગ્રુપ-3ના 243 જવાનોની પાસીંગ આઉટ પરેડ અને દિક્ષાંત સમારોહ જિલ્લા...

  • મડાણા SRP ગૃપ-3ના 243 જવાનોની પાસિંગ આઉટ પરેડ અને દીક્ષાંત સમારોહ
    મડાણા (ડાંગીયા)માં રાજ્ય અનામત પોલીસ દળ એસઆરપી ગ્રુપ-3ના 243 જવાનોની પાસીંગ આઉટ પરેડ અને દિક્ષાંત સમારોહ જિલ્લા કલેકટર દિલીપ રાણા અને પોલીસ અધિક્ષક નિરજ બડગુજરની ઉપસ્થિતિમાં શનિવારે યોજાયો હતો. તેમણે એસઆરપીના જવાનોની પરેડનું નિરીક્ષણ કર્યું હતું.

    એસ.આર.પી.માં ભરતી માટેની પરીક્ષા પાસ કરીને નવ મહિનાની સખત તાલીમ બાદ રાજ્ય સરકારની સેવામાં જોડાઇ રહેલા 243 જવાનોને કલેકટર દિલીપ રાણાએ નિષ્ઠાપૂર્વક ગુજરાત અને દેશની સેવા કરવાની તથા ભારતના બંધારણ પ્રત્યે સાચી શ્રધ્ધા રાખવા અને કર્તવ્યનિષ્ઠા સાથે ફરજ બજાવવાના શપથ લેવડાવ્યા હતા. તેમણે જવાનોને ઉજ્જવળ કારકિર્દીની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું કે ‘તમારા ભાગે દેશ સેવાની સુંદર કામગીરી આવી છે ત્યારે તેને નિષ્ઠાપૂર્વક નિભાવી ઉચ્ચત્તમ શિખરો સર કરો.’

    આ પ્રસંગે પરેડના મુખ્ય કમાન્ડન્ડ પ્રવિણસિંહ રાજપૂતના નેતૃત્વમાં 8 પ્લાન્ટુનો દ્વારા દિક્ષાંત પરેડ યોજાઇ હતી. મડાણા એસ.આર.પી.ગ્રુપ-3 દ્વારા તાજેતરમાં યોજાયેલ રક્તદાન કેમ્પમાં રક્તદાન કરનાર જવાનોનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એચ.ડી.આઇ. પોલીસ ઇન્સપેકટર પી.પી.મારૂ, એસ.આર.પી.ના અધિકારીઓ, સ્ટાફ, જવાનોના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

    ભાસ્કર ન્યૂઝ | પાલનપુર

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ