ડિજિટલ નકશાના તાયફામાં 36 ગામોનો રિસર્વે હજુ થયો જ નથી

ખેડૂતો જમીનની લે-વેચ કરી શકતા નથી કે લોન લઈ શકતા નથી 2013માં ખાનગી કંપનીને રિસર્વેની કામગીરીનો પ્રોજેક્ટ...

DivyaBhaskar News Network | Updated - Apr 01, 2018, 04:25 AM
ડિજિટલ નકશાના તાયફામાં 36 ગામોનો રિસર્વે હજુ થયો જ નથી
રાજ્ય સરકારે ડિજિટલ સર્વે કરવા પાંચ વર્ષ આગાઉ એક ખાનગી કંપની ને કામ સોંપ્યું હતું જે કામ આજ દિન સુધી પૂર્ણ થયું નથી અને ઉલટાનું આજે ખેડૂત પરેશાન થઈ રહ્યો છે બનાસકાંઠાના 36 ગામોનું રીસર્વે ન થવાના કારણે આ ગામોમાં ખેડૂત જમીન વેચી કે ખરીદી શકતો નથી આ 34 ગામના ખેડૂતો લોન પણ લઈ શકતા નથી.

ગુજરાતના દરેક ગામની જમીનના નકશા ડિજિટલ બનાવવા રીસર્વેની કામગીરી 2013માં હાથ ધરી હતી અને આંતરરાજ્યની એક ખાનગી કંપનીને સર્વે માટેની કામગીરી સોંપી હતી. જેમાં બનાસકાંઠાના 1243 ગામોનું રીસર્વેની કામગીરી હાથ ધરાઇ હતી. ત્યારે શરૂઆતથી જ ખેડૂતો રીસર્વેની કામગીરીથી નારાજ હતા.

રીસર્વે ખેતરમાં જઇને કરવાની જગ્યાએ ગામના રોડ પર એકજ જગ્યાએથી કરતા ખેડૂતો ખુબ જ પરેશાન થયા હતા. ખેડૂતોની જમીનમાં ક્યાંક વધારે તો ક્યાંક ઓછી આવી હોવાની ફરિયાદો થઇ હતી અને સર્વેની કામગીરીના પાંચ વર્ષમાં હજુ સર્વે પૂર્ણ થયો નથી.

બનાસકાંઠાના 1243 ગામોમાંથી 1207 ગામોની સર્વે કામગીરી પૂર્ણ થઇ છે ત્યારે 36 ગામોમાં આજે પણ સર્વે થયું નથી. જેમાં ડીસાના-17, દાંતાના-17 અને વડગામના-2 ગામોનો સમાવેશ થાય છે. આ ગામના ખેડૂતો એક વર્ષથી પરેશાન થઇ ચૂક્યા છે. આ ખેડૂતો નથી લોન મેળવી શકતા કે નથી જમીન વેચી શકતા કે નથી જમીન લઇ શકતા.આ અંગે કુંદનલાલ કચ્છવાએ જણાવ્યું હતું કે ખેડૂતો પરેશાની ભોગવી રહ્યા છે તે કયારે દૂર થશે તે સમજાતું નથી.’

જમીનના દસ્તાવેજ પણ થતાં નથી

છેલ્લા કેટલાક સમયથી નુકસાનીની ભરપાઈ કરવા ખેતર વેચવાનું વિચાર્યું છે પરંતુ જમીનના રીસર્વે ન થયેલ હોય દસ્તાવેજ થઇ શકતા નથી જેથી તકલીફ પડે છે.’ ભરતભાઇ માળી (ખેડૂત)

નોંધ પડતી જાય તેમ નવા સર્વે નંબર આવે છે

‘હાલ કોઇ નવા સર્વે નંબર ઉપસ્થિત નથી અને જેમના ડેટા આવ્યા છે તેના પરથી સર્વે નંબર બને તેનું ધ્યાન રખાઇ રહ્યું છે તેમ છતાં આ પ્રશ્ન ટૂંક સમયમાં સોલ્વ થઇ જશે.’ એ.સી.ગામેતી (ડી.એલ.આર, બનાસકાંઠા)

X
ડિજિટલ નકશાના તાયફામાં 36 ગામોનો રિસર્વે હજુ થયો જ નથી
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App