તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસે બે શખસો સામે ગુનોને નોંધી તપાસ હાથ ધરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરએલસીબી અને પેરોલ ફરલો સ્કવોર્ડ દ્વાર દાંતીવાડા પંથકમાં શનિ અને રવિવારે જુદી જુદી બે જગ્યા ઉપર રેડ કરી વિદેશી દારૂ કિંમત રૂ.1.7 લાખનો મુદ્દામાલ કબજે કરી અકે આરોપીની અટકાયત કરાઈ હતી.

એલસીબી. પી.આઇ.જે.એચ.સિંધવના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. અને પેરોલ-ફરલો સ્કવોર્ડના પીએસઆઇ કે.વાય.વ્યાસે સ્ટાફના ગોવિંદભાઇ, કાનજીભાઇ,ગીરીશભારથી, એલસીબી.ભરતભાઇ સાથે શનિવારે દાંતીવાડાના રામનગરમાં એક રહેણાંક મકાનમાં રેડ કરી હતી.અને હરપાલસિંહ અમરસિહ વાઘેલાના મકાનની બાજુમાં બાજરીના પુળા નીચે સંતાડેલી વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન મળી કુલ નંગ-15 કિંમત રૂ. 1950ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.તેમજ એલસીબીએ દાંતીવાડાના રામનગર ગામની સીમમાં આવેલ ક્રિપાલસિંહ જસવતસિંહ વાઘેલાના ખેતરમાં બનાવેલ છાપરામાં રવિવારે રેડ કરી દારૂની બોટલ નંગ 892 કિંમત રૂપિયા 1,05,800નો મુદામાલ મળી આવ્યો હતો.પરંતુ આરોપી હાજર મળતા પોલીસે બે જગ્યાએથી કુલ મુદ્દામાલ રૂ.1,7,750નો મુદ્દામાલ કબજે કરી બંન્ને શખસો સામે પ્રહિબીશનો ગુનો નોંધી હાજર મળેલ આરોપી ક્રિપાલસિંહ વઘેલાની શોધી કાઢવા ચક્રોગતી માન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...