તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાલનપુરમાંથી સગીરાનું અપહરણ થતા ચકચાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરમાંથીસદરપુર રોડ ઉપર રહેતી એક સગીરાનું મફતપુરામાં રહેતા યુવકે શુક્રવારે રાત્રે અપહરણ કરી લઇ ગયો હતો.જેથી સગીરાના પિતાએ પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પાલનપુરના સદરપુર રોડ ઉપર રહેતા એક પરિવારની 16 વર્ષની સગીર યુવતીને મફતપુરા વિસ્તારનો યુવક રીઝવાન ગુલાબભાઇ સિંધી શુક્રવારની રાત્રીના સમયે લલચાવી-ફોસલાવી અપહરણ કરી લઇ ગયો હતો.જેની જાણ તેના પિતાને થતા સગીરાની શોધખોળ હાથ ધરી હતી.પરંતુ સગીરાનો કોઇ પતો લાગતા સગીરાના પિતાએ પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આ અંગેની વધુ તપાસ નાયબ પોલીસ અધિક્ષક હેતલબેન પટેલ ચલાવી રહ્યા છે.

સગીરાના ઘર પાસેથી છરો મળી આવ્યો

મફતપુરાવિસ્તારમાંથી શુક્રવારે સગીરાનું એક યુવક અપહરણ કરી લઇ ગયો હતો.જેથી પરીવારના સભ્યોએ સવારે મકાન બહાર જોતા યુવતીની ઓઢણી અને છરો પડલો જોઇ ગભરાઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...