• Gujarati News
  • શહેરના દબાણો ઉપર પાલિકા આજે ત્રાટકશે

શહેરના દબાણો ઉપર પાલિકા આજે ત્રાટકશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરમાંદબાણોને કારણે માર્ગો સાંકડા બનતાં થયેલી રજૂઆત બાદ પાલિકાનું તંત્ર હરકતામાં આવી ગયું છે. જેમાં શુક્રવારથી ચાર દિવસ સુધી દબાણો ખસેડવા માટેની કાર્યવાહી હાથ ધરાશે. જેના પગલે દબાણદારોમાં ફફડાટ પ્રસરી ગયો છે.

મુખ્ય માર્ગો ઉપર પણ પાથરણાવાળા તેમજ રેંકડીઓવાળા અડીંગો જમાવીને બેસી ગયા છે.આ અંગે મુખ્યમંત્રીના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂઆત પણ થઇ હતી. જેના પગલે પાલિકાએ શુક્રવારથી દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવાની છે.જે માટે પોલીસ બંદોબસ્ત પણ માગી લીધો છે. કાર્યવાહીમાં પાલિકાનો દબાણ શાખાનો સ્ટાફ, સીટી સરવે કચેરીના અધિકારી, સર્કલ ઓફિસર સહિતનો કાફલો, જેસીબી મશીન, ટ્રેકટર અને મજૂરો સાથે અનુસંધાનપાના નં- 8પર...

દબાણો હટાવાશે

દબાણખસેડવાની કાર્યવાહીમાં જોડાશે.દબાણ હટાવ કામગીરીને લઈ 100 થી પણ વધુ દબાણો ખસેડવામાં આવનાર છે.

દબાણચેરમેને કલેકટર પાસે મંજૂરી માંગી હતી

પાલનપુરનગરપાલિકાના ચેરમેન ભરત ઠાકોરે થોડા દિવસ અગાઉ મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ સિવાયના જાહેર માર્ગો ઉપર આવેલી બેન્કો અને શોપીંગ સેન્ટર આગળના દબાણ ખસેડવા પણ જિલ્લા કલેકટર પાસે મંજૂરી માંગી હતી. જો કે, જિલ્લા કલેકટરે દબાણો દૂર કરવા કે વાહનો હટાવવાની કોઇ પૂર્વ મંજૂરી વગર પાલિકા કાર્યવાહી કરી શકે છે તેમ જણાવ્યું હતું.

કાયદેસરની કાર્યવાહી કરીશું

‘શહેરમાં આવેલીબેન્કો અને શોપીંગ સેન્ટર બહાર પાર્કિંગના અભાવે વાહન પાર્કિંગ કરતાં વાહનચાલકોને દંડાવું પડે છે. આવા શોપીંગ સેન્ટરોનો પણ સરવે કરીને કાયદેસરની કાર્યવાહી કરીશું.

ભરતઠાકોર(ચેરમેન, દબાણ સમિતિ)

મુખ્ય માર્ગો ઉપર કઇ સમસ્યાઓ છે

શહેરનામુખ્યમાર્ગોઉપર આવેલા જૂના શોપીંગ સેન્ટરોમાં જ્યાં વાહન પાર્કિગની વ્યવસ્થા નથી. પરિણામે બેન્કો અને શોપિંગ સેન્ટરમાં આવેલી દુકાનોમાં કામ અર્થે આવતાં વાહનચાલકોના વાહનો માર્ગ ઉપર ખડકાય છે. જેથી રાહદારીઓને પારાવાર મુશ્કેલી પડી રહી છે. જેને ખસેડવામાં પોલીસ પણ ઉદાસીનતા દાખવી છે.

કયા-કયા વિસ્તારમાંથી દબાણો

-પૂર્વવિસ્તાર

1.હરિપુરાઝુંપડપટ્ટી રસ્તાના દબાણો

2.દિલ્હીગેટકનુઆર્ટ જ્વેલરીની બાજુમાં ભારત પ્રોવિઝન સ્ટોર્સ

3.દિલ્હીગેટ,સિમલાગેટ, રેલવે સ્ટેશન, મહાજન હોસ્પિટલ, બારડપુરા ચોક, અંબાજી માતા મંદિર રોડ, કીર્તિસ્તંભ રોડ, સોનબાગ, કમાલપુરા રોડ, ખોડાલીમડા વિસ્તારમાં મોટા પાયે થયેલા દબાણો

-પશ્ચિમવિસ્તાર

1.ડીસાહાઇવે ઉપર