તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • રહેણાંકના કનેકશનનો વાણિજ્યમાં ઉપયોગ કરતાં રૂ.1.63 લાખનો દંડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રહેણાંકના કનેકશનનો વાણિજ્યમાં ઉપયોગ કરતાં રૂ.1.63 લાખનો દંડ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલનપુરમાંદબાણમાં મકાન બનાવીને રહેતા લોકો રહેણાંકના વીજકનેકનશનોનો વાણિજ્યમાં ઉપયોગ કરી ગેરરિતી આચરી રહ્યા હતા. અંગેનો દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રસિદ્ધ કરાયો હતો. જેના પગલે વીજકંપની દ્વારા તપાસ કરી આવા શખસોને રૂ. 1.63 લાખ જેટલો દંડ ફટકરાવામાં આવ્યો હતો.

પાલનપુરમાં વીજકનેકશનનો હેતુફેર કર્યા વિના ઘરવપરાશના વિજકનેકશનનો વાણીજ્ય માટે ઉપયોગ કરનારા વિજગ્રાહકો અંગેનો અહેવાલ 7 માર્ચે પ્રસિદ્ધ કરાયો હતો. જેના પગલે વિજકંપનીના અધિકારીઓએ સ્ટાફ સાથે ઓચિંતી તપાસ હાથ ધરી હતી. અંગે પાલનપુર શહેરના ડેપ્યુટી ઇજનેર ડી.એસ.વાઘેલાએ જણાવ્યું હતું કે, જૂના ગંજમાં પાંચ કનેકશનનોમાં ગેરરિતી પકડાતા રૂ. 10,19,93 , દિલ્હીગેટ વિસ્તારમાં એક કનેકશનમાં રૂ.9,339 નાનીબજાર ત્રણ દરવાજા વિસ્તારમાં એક કનેકશન 9,059 તેમજ હરિપુરા વિસ્તારમાં ચાર કનેકશનોના 42,934 મળી કુલ રૂપિયા 1,64,325 નો દંડ કર્યો હતો. તેમાં રૂ. 48,358 રૂ. અત્યાર સુધી ભરાયા છે. તેમજ હજી બીજી ગેરરિતી કરનારા લોકોની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. ગેરરીતિ દંડની રકમ ભરેલી રકમને બાદ કરતા જે ડીફરન્સ નીકળે તે પ્રમાણે બીલ આપવામાં આવે છે. તેમજ વિજકનેકશન વાણીજ્ય માટેના ઉપયોગનુંજ બીલ આપવામાં આવે છે. જે રકમ તે ભરવાની ના પાડે તો તેનું વીજકનેકશન કાપી નાંખવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો