તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જન્મ દિવસને સેવા દિવસ તરીકે ઉજવ્યો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલનપુરમાંસદભાવનાગૃપના પ્રમુખે શનિવારે પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી. જ્યાં ગુરુનાનક ચોકમાં લોકો માટે વિના મુલ્યે મિનરલ પાણીની પરબ ખુલ્લી મુકવામાં આવી હતી.

પાલનપુર ખાતે વિવિધ સામાજીક, શૈક્ષણિક પ્રવૃતિઓ સાથે માનવસેવાનું કામ કરતા સદભાવનાગૃપના પ્રમુખ હરેશભાઇ ચૌધરીએ શનિવારે તેમના જન્મ દિવસની સેવા દિવસ તરીકે ઉજવણી કરી હતી. જ્યાં ગુરુનાનક ચોકમાં સમગ્ર ઉનાળાની ઋતુ દરમિયાન લોકોને ઠંડુ અને શુદ્ધ પાણી મળી રહે તે માટે મિનરલ વોટરના પાણીની પરબ ખુલ્લી મુકી હતી. ઉલ્લેખનીય છે કે, તેમના દ્વારા છેલ્લા સાત વર્ષથી જળ સેવા કરવામાં આવી રહી છે.

પ્રસંગે પાલિકા પ્રમુખ નિલમબેન જાની, ભાજપ શહેર પ્રમુખ મુન્નાભાઇ ગુપ્તા, હિતેશભાઇ ચૌધરી, સાગર જાની સહિત સદભાવના ગૃપના સભ્યો તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો