તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રહીશોએ દબાણકર્તા માર્ગ સાંકડો બની ગયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરખાતે અમીરબાગથી નવી આરટીઓને સાંકળતા માર્ગનું નગરપાલિકા દ્વારા નવીનીકરણ હાથ ધરવામાં આવ્યું છે.જેની મુળ પહોળાઇ 20 મીટર છે. પરંતુ આજુબાજુના લોકોએ 10 ફુટ જેટલુ દબાણ કરી હોવાથી માર્ગ સાંકડો બની ગયો છે. ત્યારે દબાણો દૂર કરી માર્ગ બનાવવામાં આ‌વે તેવી રહીશોએ તંત્ર સમક્ષ રજુઆત કરી હતી.

પાલનપુર ફાંસીયા ટેકરા પાછળના ગાયત્રીનગર પ્લોટીંગ વિસ્તારના રહીશોએ લેખિતમાં કરેલી રજુઆતમાં જણાવ્યુ હતું કે, સત્યમ સીટી અમીરબાગ રાધાકિષ્ન મંદિર તેમજ નવી આરટીઓ ઓફીસ તરફ જતા રોડનું હાલમાં નગરપાલિકા દ્વારા નવીનીકરણ હાથ ધરાયું છે. જોકે મુળ નકશા પ્રમાણે માર્ગ 20 મીટર પહોળો છે. જ્યાં આજુબાજુના લોકોએ દબાણ કરી દીધુ હોવાથી 10 ફુટની જગ્યા છે. પરિણામે દૂધનું ટેન્કર,એમ્બ્યુલન્સ, ફાયર ફાઇટર જેવા મોટાભારે વાહનો પસાર થઇ શકતા નથી. ઉપરાંત ફાંસીયા ટેકરા બ્રાન્ચ શાળામાં આવતા બાળકોને સતત અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો