તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • પાલનપુરના જોરાવર પેલેસમાં 50 કચેરીઓ, હજારો લોકોની અવર જવર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુરના જોરાવર પેલેસમાં 50 કચેરીઓ, હજારો લોકોની અવર-જવર

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલનપુરજિલ્લાનું વહિવટી મથક છે. જ્યાં આવેલા જોરાવર પેલેસમાં મોટાભાગની સરકારી કચેરીઓ આવેલી છે. જેથી જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં લોકોની અવર-જવર રહે છે. ત્યારે કોઝી ટાવર સામેનો માર્ગ ઓળંગવામાં લોકોને ભારે જોખમ સાથે હાલાકી પડી રહી છે. જ્યાં ફૂટ ઓવરબ્રીજ બનાવાય તો સલામત રીતે લોકો માર્ગને ઓળંગી શકે. જે હવે સમયની જરૂરીયાત બની છે.

જિલ્લાનો જ્યાંથી વહિવટ થાય છે તે પાલનપુરના જોરાવર પેલેસ ખાતે કલેકટર કચેરી આવેલી છે. આજ સંકુલમાં સેવા સદન-2, ન્યાય સંકુલ, એસપી કચેરી, ઉદ્યોગભવન, સહકારી ઓફિસો, માર્ગ અને મકાન, સિંચાઇ વિભાગ, પ્રાંત અને મામલતદાર કચેરી સહિત 50 થી વધુ કચેરીઓ આવેલી છે. જ્યાં જિલ્લાભરમાંથી સરકારી કામે દિવસ દરમિયાન હજારની સંખ્યામાં, કર્મચારીઓ, અરજદારો, પક્ષકારોની અવર-જવર રહે છે. જેમને સેવાસદનમાં પ્રવેશવા માટે કોઝી ટાવર તરફથી માર્ગ ઓળંગવો પડે છે. ત્યારે વાહનોના ભારે ટ્રાફિકવાળા વિસ્તારમાં ઘણીવાર અકસ્માતનો ભય રહે છે. લોકોને રોડ ઓળંગવા રાહ જોઇને ઉભા રહેવું પડે છે. રોડ ઓળંગતા જોખમ પણ રહે છે. જેથી રસ્તા ઉપર ફુટ ઓવરબ્રીજ હવે વર્તમાન સમયની માંગ બની ગઇ છે. જેના માટે તંત્ર દ્વારા આયોજન કરાય તો લોકો માટે ખૂબ સુવિધાજનક બાબત બની રહે તેમ છે. વળી અવર-જવર કરતાં લોકોના માથેથી જોખમ ટાળી શકાશે અને ટ્રાફિકનું સંચાલન પણ થઇ શકે તેમ છે.

પાલનપુરના જોરાવર પેલેસમાં જવા માટે કોઝી પાસેથી માર્ગ ઓળંગવામાં રાહદારીઓ માટે જોખમ વધી રહ્યું છે. તસવીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો