તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • પરિણીતાએ કંટાળી ઝેરી ગોળીઓ ખાઇ જીવન ટૂંકાવ્યું હતું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરિણીતાએ કંટાળી ઝેરી ગોળીઓ ખાઇ જીવન ટૂંકાવ્યું હતું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલનપુરઆકેસણ રોડ વિસ્તારમાં આવેલી સોપાન સોસાયટીમાં રહેતી એક પરિણીતાએ શનિવારે સેલફોસની ગોળીઓ ખાઇ આપઘાત કર્યા હતો. દરમિયાન તેણીને મરવા માટે મજબુર કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ હતી.

આકેસણ રોડ વિસ્તારમાં આવેલી સોપાન સોસાયટીમાં રહેતા મનીષાબેન નિલેષભાઇ જોષી (ઉ.વ.30) શનિવારે સેલફોસની ગોળીઓ ખાઇ ગયા હતા. જેમનુ ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. દરમિયાન અંગે તેણીને મરવા માટે મજબુર કરવામાં આવી હોવા અંગે પાલનપુર બાલાજી સીટીમાં રહેતા કિરણબેન રાજેશકુમાર જોષીએ પશ્ચિમ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. જેમાં અમદાવાદ ઇસનપુર વિસ્તારમાં રહેતા રાધાબેન પરષોત્તમભાઇ જોષી, સીમાબેન, દલાબેન, વર્ષાબેન દિનેશ કુમાર જોષીએ મનીષાબેનને ત્રાસ આપી તને દીકરી આવે છે. દીકરા કેમ આવતા નથી તેમ મેણાં-ટોણા મારી જીવન અસહ્ય બનાવી મરવા માટે મજબુર કરી હતી. આથી પોલીસે ચારેય સામે ગૂનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો